સોનિયા ગાંધીની હાલતમાં સુધારો, ગંગા રામ હોસ્પિટલમાં ખસેડાઇ

નવી દિલ્હી: વારાણસીમાં રોડ શો દરમિયાન બિમાર થયેલી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાતલ હવે સુધારા પર છે. મંગળવાર રાતે તેમને દિલ્હીની આર આર હોસ્પિટલમાં આઇસીયૂમાં રાખવામાં આવ્યા હતાં. હવે તેમને રિકવરી માટે સર ગંગા રામ હોસ્પિટલ ખસેડાયા છે. ગંગા રામ હોસ્પિટલમાં તેમના ફેમિલી ડોક્ટર્સ છે. કોંગ્રેસ અધ્યક્ષને તાવ અને ડિહાઇડ્રેશન હતું.

આ પહેલા બુધવારે રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આર આર હોસ્પિટલ પહોંચીને સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. વારાણસીમાં રોડ શો માટે પહોંચેલી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મંગળવારે તબિયત બગડી હતી. ચાર્ટડ પ્લનેથી ડોક્ટરોની એક ટીમ અને સાથે યૂપીની પ્રભારી રાજ બબ્બરની સાથે તેમને દિલ્હી રવાના કરવામાં આવ્યા હતાં.

દિલ્હી એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા મુલામ નબી આઝાદ હાજર હતાં. રાતે લગભગ 11.30 વાગ્યાની આસપાસ સોનિયાને નજીકની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પ્રાથમિક ઉપચાર પછીસોનિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મોડી રાત સુધી હોસ્પિટલમાં રાજ બબ્બર, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી રહ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયાની હાલત સારી જણાવાઇ રહી છે. રાતે લગભગ 3:15 વાગ્યા પહેલા રાજ બબ્બર અને ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ પોત પોતાની કાર લઇને હોસ્પિટલની બહાર નિકળ્યા હતાં. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આખી રાત સોનિયા ગાંધી સાથે રોકાયા હતાં. જાણવા મળી રહ્યું છે કે સોનિયા દરેક લોકો સાથે વાતચીત તકરી રહી છે અને તેમની હાલત સુધારા પર છે.

You might also like