સોનમ કપૂરના લગ્નની વીંટીની કિંમત સાંભળી તમે પણ કહેશો OMG

આ સમયે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયામાં કોઇ સૌથી વધારે ટ્રેન્ડમાં હોય તો તે છે સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન. લગ્ન. 8 મેના રોજ રાત્રે બંનેનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. લગ્ન અને રિસેપ્શન વચ્ચે એક બાબત ચર્ચાનો વિષય બની છે તે છે સોનમ કપૂરની વીંટી.

સોનમ કપૂરની આ વીંટીમાં એક મોટો ડાયમંડ જડેલો છે. સોનમ અને આનંદની સગાઈ સેરેમનનીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો નથી. મહેંદી, સંગીત, લગ્ન અને પછી રિસેપ્સનના ફંક્શન વચ્ચે સગાઈ ક્યારે અને ક્યાં થઈ તેની કોઈને માહિતી નથી.

 

સમાચારો મળી રહ્યા છે તે મુજબ સોનમની આ સગાઈની વીંટીની કિંમત 90 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડ રૂપિયાની કિંમતની વીંટી પહેરાવી હતી. આ વીંટીની ખાસિય છે કે, તેણે કોઇ પણ એન્ગલ પરથી જોશો તે અલગ જ દેખાશે.

સોનમની વીંટી જ નહીં તેનો લૂક પણ શાનદાર હતો. સોનમ પોતાના લગ્નના દરેક ઈવેન્ટમાં સુંદર લાગી રહી હતી. તેણે તેના સ્ટાઈલ પોઈન્ટસને જાળવી રાખ્યા. મહેંદીમાં સોનમે શરારા અને લગ્નમાં પિંક લહેંઘા પહેર્યો હતો. આ ડ્રેસ ડિઝાઈનર અનુરાધા વકીલે ડિઝાઈન કર્યા હતા.

You might also like