સોનમે બોયફ્રેન્ડ સાથે નવા ઘરની શરૂ કરી શોધખોળ, જોવાં મળી સાડીમાં

સોનમ કપૂર ઘણાં લાંબા સમય પછી તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8મી મેના રોજ લગ્ન કરશે. આ ઇવેન્ટની બૉલીવુડ અને સમગ્ર દેશ રાહ જોઈ રહ્યા છે. બધાં સોનમને દુલ્હન બનતી જોવા માંગે છે.

 

સોનમના લગ્ન માટે, કપૂર ખાનદાન બધી તૈયારીમાં વ્યસ્ત છે. સોનમ કપૂર પોતાના મંગેતરને આ ખાસ પ્રસંગે એક ભેટ આપી રહી છે.

તે ભેટ છે  સોનમની લખેલી કવિતા. સોનમે એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું, ‘મેં ઘણી કવિતાઓ લખી છે, પરંતુ એક એવી કવિતા છે. જે મેં 16 વર્ષની ઉંમરે લખી હતી. તે કવિતા લખતી વખતે, મેં પોતાને વચન આપ્યું હતું કે જ્યારે હું મારા જીવનસાથીને શોધીશ તો હું આ કવિતા તેને આપીશ. જે દિવસે હું લગ્ન કરીશ ત્યારે આ કવિતા મારા પતિને આપીશ. કવિતા આપતા, હું તેને કહીશ કે હું જીવનને આ જ રીતે જીવવા ઇચ્છું છું અને આશા રાખું છું કે આપણે બંને તેના પર કામ કરીશું.

You might also like