બોલ્ડ સોનમની બોલ્ડ વાતો

સોનમ કપૂરે તાજેતરમાં પોતાના બાળપણને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સોનમે જણાવ્યું તે ૧૩ વર્ષની ઉંમરે જાતીય શોષણનો શિકાર બની હતી. તેણે કહ્યું કે અે દરમિયાન તે સેલિબ્રિટી ન હતી. એક સામાન્ય છોકરીની જેમ પાર્ટી કરવી, હળવું-મળવું અને થિયેટરમાં ફિલ્મો જોવી ખૂબ જ પસંદ હતી. એક દિવસ જ્યારે તે ફિલ્મ જોવા ગઈ તો થિયેટરના અંધારામાં કોઈ અજાણી વ્યક્તિઅે તેને ખોટી રીતે ટચ કરી. અા ઘટનાથી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અંધારું હોવાના કારણે તે વ્યક્તિનો ચહેરો પણ યોગ્ય રીતે દેખાતો ન હતો. તેણે અા વાત પોતાના સ્કૂલ શિક્ષક અને કાઉન્સિલરને કહી. તેમણે પણ અા ઘટનાને ગંભીરતાથી ન લીધી. અે સમયે તેમનું એ જ કહેવું હતું કે જ્યારે બળાત્કાર થાય તે જ ઘટના જાતીય શોષણ કહેવાય છે.

સોનમ વિવિધ મુદ્દાઅો પર પોતાના વિચાર ખૂબ જ ખુલ્લી રીતે રાખવા માટે જાણીતી છે. અા પહેલાં પણ તેણે અનેક એવાં નિવેદન કર્યાં છે. તેનું કહેવું છે કે તે સેન્સરશિપમાં વિશ્વાસ કરતી નથી. તે માને છે કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીનાં કપડાં પહેરવાનો અને પોતાની સેક્સ્યુઆલિટી તેમજ પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે. તેણે એમ પણ કહ્યું છે કે કઈ રીતે બાળપણમાં તેની મજાક ઉડાડવામાં અાવતી. તેના સંબંધીઅો તેને જાડી કહીને તેની મજાક કરતા. તે પોતે શ્યામ હોવા અંગે પણ તેને ટીકાઅો સાંભળવી પડી હતી. સોનમે તાજેતરમાં કારગિલ શહીદની પુત્રી ગુરમહેરને પણ સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારા માટે અે બાબત અત્યંત નિરાશાજનક છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો ગુરમહેરની મજાક ઉડાડે છે. દરેક વ્યક્તિ પોતાનો મત અાપવા માટે સ્વતંત્ર છે. તેની ટીકાઅો કરવી અે વાતની સાબિતી છે કે અાપણે અાપણી ભાવનાઅોને ખતમ કરી ચૂક્યા છીએ.

સોનમે એમ પણ કહ્યું હતું કે અાપણા દેશમાં કોઈ સેક્સ એજ્યુકેશન નથી અને અે માટે કોઈ સિસ્ટમ પણ નથી. અા જ કારણે મહિલાઅો ખુદને દોષી માનવાનું શરૂ કરી દે છે અને નિરાશામાં ચાલી જાય છે, પરંતુ જો તમને કોઈ ખોટી નજરથી જુઅે છે તો ખરાબ તમે નહીં, તે વ્યક્તિ છે. સોનમે નેહા ધૂપિયાના એક શોમાં કહ્યું હતું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્ટાર પ્રત્યે અાકર્ષાતી નથી અને હું કોઈ પણ ફિલ્મી હસ્તી સાથે ડેટ કરવા ઇચ્છતી નથી. મારી દરેક સ્ટાર સાથે કેમિસ્ટ્રી એટલે જામે છે કે હું કોઈના તરફ અાકર્ષાતી નથી. •
http://sambhaavnews.com/

You might also like