રોલ ભલે નાનો હોય, પણ મહત્વનો હોવો જોઈએઃ સોનમ કપૂર

સોનમ કપૂર એ અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાના શાનદાર અભિનયની સાથે-સાથે પોતાની વિશિષ્ટ સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘નીરજા’ જેવી બાયોપિકમાં કામ કરી ચૂકેલી સોનમની અન્ય એક બાયોપિક ‘પેડમેન’ થોડા સમય પહેલાં રિલીઝ થઇ છે.

‘પેડમેન’ ત્રીજી રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. તે કહે છે કે મને એ કહાણીઓ ગમે છે, જે હજુ સુધી કહેવાઇ નથી. આ એવી કહાણીઓ છે, જે અંગે દર્શકો જાણતા નથી. હું એવી કહાણીઓ કહેવામાં કોન્શિયસ છું, જે લોકો સાથે જોડાઇ શકે. તે લોકોને સારા મનુષ્ય બનવા માટે પ્રેરણા આપે છે. હું અત્યાર સુધી એવી ફિલ્મો સાઇન કરું છું, જે મને આકર્ષે છે.

‘નીરજા’ એક શહીદની કહાણી હતી, જ્યારે ‘પેડમેન’ એક જી‌િવત વ્યક્તિની. બંને વિશેના ફરક અંગે જણાવતાં સોનમ કહે છે કે જ્યારે વ્યક્તિ જી‌િવત હોય છે ત્યારે ખૂબ જ મદદ મળે છે. ‘નીરજા’માં સ્થિતિ ખૂબ જ અલગ હતી, કેમ કે અમારી પાસે માત્ર દસ્તાવેજ અને રેફરન્સ પોઇન્ટ તરીકે લોકો હતા, પરંતુ નીરજા અમારી સામે ન હતી.

‘પેડમેન’માં અક્ષયકુમાર અરુણાચલમના આત્માને ઊંડાઇપૂર્વક આત્મસાત્ કરી રહ્યા હતા, કેમ કે અરુણાચલમ તેમની પાસે હતા. એક રીતે આ સરળ છે, પરંતુ મુશ્કેલી એ છે કે તરત જ બંનેની તુલના શરૂ થઇ જાય છે. ‘પેડમેન’ ફિલ્મમાં મને સ્ક્રીન ટાઇમ ઓછો મળ્યો, પરંતુ હું તેને રિસ્ક માનતી નથી. કોઇ મોટા સ્ટાર સાથે કોઇ એવી ફિલ્મ કરવા કરતાં હું સારું પાત્ર ભજવવા ઇચ્છીશ, જે નાનું પણ મહત્ત્વપૂર્ણ હોય. •

You might also like