મારો ટેસ્ટ અલગ છેઃ સોનમ કપૂર

સોનમ કપૂરે ગયા વર્ષે સલમાન ખાન સાથે હિટ ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ કરી. અા વર્ષે તેને ‘નીરજા’ માટે દર્શકો અને સમીક્ષકોની પણ ખૂબ જ પ્રશંસા મળી. અા ફિલ્મમાં તેને હીરોનો દરજ્જો પ્રાપ્ત થયો. અાગળ જતાં તે કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ફેશન સ્ટાઈલની વાતમાં છેલ્લા થોડા સમયથી અાથિયા અને સોનમની સરખામણી થઈ રહી છે. સોનમ અા અંગે વાત કરતાં કહે છે કે મારું માનવું છે કે અા મારા માટે એક સારું કોમ્પ્લિમેન્ટ છે, જ્યારે કોઈ મને જુએ છે અને જે મેં પહેર્યું હોય તેમજ હું જે કરતી હોય તેને લોકો પસંદ કરે છે. ઘણી યુવતીઓ છે, જે મારા જેવી બનવા ઈચ્છે છે. અાથિયા પણ ખૂબ જ ટેલેન્ટેડ છે. તે સારું કામ કરી રહી છે.

સોનમ ક્યારેય રિયા‌િલટી ટીવી શો કરવા ઈચ્છતી નથી. તે કહે છે કે મને લાગતું નથી કે મારામાં એટલી ધીરજ હોય કે હું કોઈ ટીવી શો હોસ્ટ કરી શકું. હું તો અાવા શો જોતી પણ નથી. હું ૨૪ જેવા ટીવી શો જોઉ છું, જે વધુ પડતા સિનેમેટિક હોય છે. હું ક્યારેય ડેઈલી શોપ જોતી નથી. રિયાલિટી ટીવી શો કરવા ખોટી વાત નથી, પરંતુ તે મારા ટેસ્ટ મુજબના નથી. સોનમનું સૌથી ફેવરિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ છે. તે કહે છે કે મને લાગે છે કે તસવીરો ઘણું બધું કહે છે. તસવીરનું મૂલ્ય ઘણા હજાર શબ્દોથી પણ વધુ હોય છે, તેથી મને ઈન્સ્ટાગ્રામ પસંદ છે. •

You might also like