સોનમ કપૂર પણ થઇ ચૂકી છે છેડતીનો શિકાર

મુંબઇઃ સોનમ કપૂરનું નામ એવી એક્ટ્રેસિસમાં  શામેલ થાય છે કે જેઓ દરેક બાબત પર ખૂલીને વાત કરે છે. આ બાબતે ઘણી વખત સોનમને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. ત્યારે હાલમાં એક ચેટ શોમાં સોનમે ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેના કારણે સોનમ એક વખત ફરી ચર્ચામાં આવી ગઇ છે. એક ચેટ શોમાં  સોનમ સિવાય આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, વિદ્યાબાલન અને અનુષ્કા શર્મા પણ હાજર હતા.

શોના એક રાઉન્ડ ટેબલ ઇન્ટરવ્યૂમાં સોનમે ખુલાસો કર્યો છે કે તે પણ નાની ઉંમરમાં મોલેસ્ટેશનનો શિકાર થઇ હતી. તે તેને મહેસૂસ કરી શકે છે. જે એક આઘાત પહોંચાડનાર ઘટના હતી. પોતાની સાથે થયેલી આ ઘટનાથી સોનમ ખૂબ જ ઇમોશનલ થઇ ગઇ હતી. આ શોમાં તમામ એક્ટ્રેસ પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરે છે. રાધિકા આપ્ટે અને સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉંચની વાત કહી હતી. જ્યારે પિંકની તાપસી પન્નૂએ પણ પોતાની સાથે થયેલા મોલેસ્ટેશન અંગે વાત કહી હતી.

home

You might also like