સોનમ કપૂરે હાથમાં પહેર્યું મંગલસૂત્ર, જાણો શું છે કારણ

સોનમ કપૂરે ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના હાથનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે હાથ પર બીજી જ્વેલરી સાથે કસ્ટમાઈઝ્ડ મંગલસૂત્ર પહેર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ મંગલસૂત્ર પર લાગેલા હીરાનો પેન્ડન્ટ, જે ખૂબ જ સુંદર લાગે છે, તેનું સોનમના પતિ આનંદ આહુજા સાથે એક ખાસ કનેક્શન છે. આપણે જાણીએ કેવી રીતે –

એક અહેવાલ મુજબ, જો તમે પેન્ડન્ટના આકારને જોશો, તો તમને Leo રાશિના આકાર જોવા મળશે. સોનમની રાશિ Gemini છે જ્યારે આનંદ આહુજાની Leo છે.

આ સ્પષ્ટ કરે છે કે સોનમ કપૂરના કસ્ટમાઇઝલ મંગળસૂત્ર પર પતિના Leo રાશિના આકારમાં છે, જે તેને વધુ ખાસ બનાવી દે છે.

લગ્ન પછી, સોનમે તેના નામની પાછળ આહુજા અટક લખવાનું શરુ કરી દિધું છે. તેના નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. લોકો ફેમિનિઝમને ટેકો આપીને પૂછી રહ્યા છે કે પરંતુ કેટલાક લોકોએ નોંધ્યું છે કે આનંદે પણ લગ્ન પછી ઇન્સ્ટાગ્રામ પર તેનું નામ બદલ્યું છે. હવે તેનું નામ આનંદ એસ. આહુજા છે એટલે આણંદ સોનમ આહુજા.

એક અખબાર સાથેની વાતચીતમાં સોનમે જણાવ્યું હતું કે, “કોઈએ ધ્યાન આપ્યું નથી પણ હું હંમેશાં લંડનમાં રહું છું. હું દર વર્ષે 4-5 મહિના માટે ત્યાં રહું છું. બાકીનો સમય હું મુંબઈમાં પસાર કરું છું. હું ગત 2 વર્ષથી મુંબઇ અને લંડન વચ્ચે ચક્કર લગાવી રહી છું. મારા જીવનમાં કોઈ ફેરફાર થશે નહીં. છેલ્લા 2 વર્ષથી જે બન્યું છે, તે ચાલુ રહેશે.”

You might also like