સોનમ-કરીના કરાવશે ભાઇના લગ્ન!

મુંબઇઃ મલ્ટી હીરો ફિલ્મ તો બોલીવુડમાં ઘણી બની છે. પરંતુ મલ્ટી હીરોહીન પ્રોજેક્ટ ભાગ્યે જ બોલિવુડમાં જોવા મળ્યો છે. ત્યારે હાલમાં એક એવી ફિલ્મની જાહેરાત થઇ છે કે જે મલ્ટી હીરોહીન છે.

જ્યારે ફિલ્મમાં કરીના કપૂર ખાન અને સોનમ કપૂર હોય તો આ ફિલ્મ ચોક્કસથી દર્શકો જોવાનું પસંદ કરશે. તેમાં પણ ફિલ્મના પ્રોજેક્ટ પર સોનમની બહેન રિયા કપૂર અને એક્તા કપૂર સાથે કામ કરી રહ્યો ત્યારે આ ફિલ્મ ચોક્કસથી ખાસ હોવાની.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં કરીના અને સોનમ સાથે સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા પણ છે. એક્તા અને રિયા કપૂર “વિરા દી વેડિંગ” ફિલ્મ પર કામ કરી રહ્યાં છે. જેમાં આ ચારે હીરોહોનો છે. સોનમે હાલમાં જ આ ફિલ્મને લઇને ઇસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

You might also like