એકસાથે શૂટિંગ કરશે સોનમ કપૂર-કરીના કપૂર

કરીના કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની જાહેરાત ગયા વર્ષે જ થઇ હતી, પરંતુ કરીના પ્રેગ્નન્ટ થતાં ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન્ડ કરવું પડ્યું હતું. આ ફિલ્મ એકતા કપૂર અને સોનમની બહેન રિયા કપૂર બનાવી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે હવે આ ફિલ્મના શૂટિંગની તારીખો નક્કી થઇ ચૂકી છે અને તેનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. સાથે-સાથે આ એક પરિવર્તન પણ છે કે આ ફિલ્મમાં ત્રીજા એક નિર્માતા પણ જોડાયા છે. નિખિલ દ્વિવેદી હવે આ ફિલ્મના સહનિર્માતા હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સોનમ કપૂરની સ્ટાઇલિંગ તેની બહેન રિયા કરી રહી છે. રિયાએ તાજેતરમાં ન્યૂયોર્ક જઇને ઘણાં બધાં કપડાંનું શોપિંગ કર્યું છે. એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે આ ફિલ્મ ફેશનની બાબતમાં પણ ખૂબ જ આગળ વધશે. આ ફિલ્મ બોલિવૂડની સૌથી ફેશનેબલ ફિલ્મ પણ માનવામાં આવે છે.

સોનમ અને રિયાએ સાથે મળીને તાજેતરમાં પોતાની ફેશન બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીએ પણ તેને ખૂબ જ પસંદ કરી છે. બંને બહેનોએ આની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સોનમ અને રિયાએ થોડા મહિના પહેલાં ન્યૂયોર્કમાં ત્યાંની લક્ઝરી ડિઝાઇનને પણ જાણી છે. ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ ફેશનજગતમાં નવું પરિવર્તન પણ લાવશે. ‘વીરે દી વેડિંગ’ના શૂટિંગમાં કરીના તેના પુત્ર તૈમૂર ખાનને પણ સાથે લઇ જશે. કરીનાએ જણાવ્યું કે હું તૈમૂરને શૂટિંગ પર પણ મારી સાથે લઇ જઇશ. હું જાણું છું કે આ બધી વસ્તુઓનું બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ હશે. સૈફ પણ થોડા દિવસો સુધી તૈમૂરની દેખભાળ કરશે. તૈમૂર મારી પ્રાથમિકતા છે અને મારું શેડ્યૂલ તેની આસપાસ જ ફરતું રહે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સોનમે કરીના દ્વારા જિમમાં પણ ફેશનેબલ કપડાં પહેરીને તેને રેડ કાર્પેટમાં બદલી દેવા પર કટાક્ષ કર્યો હતો. હવે જોવાનું એ છે કે આ બંને વચ્ચે પેદા થયેલા કોઇ મતભેદની અસર ફિલ્મના શૂટિંગ પર તો નહીં પડે ને? •

You might also like