સોનમ-આનંદ સ્વિત્ઝરલેન્ડમાં નહીં પણ મુંબઈમાં જ કરશે લગ્ન

સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ અહૂજાના લગ્ન બિ-ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યા છે. પહેલા આ લગ્ન સ્વિત્ઝરલેન્ડમાં થવાના હતા, પરંતુ વેન્યુ બદલીને મુંબઈ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, સોનમે ગેસ્ટ લિસ્ટ તૈયાર કરી લીધી છે. સોનમના લગ્નમાં તેનો પરિવાર, નજીકના મિત્રો અને બોલિવૂડના અમુક લોકો શામેલ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સોન કપૂરના લગ્ન 6 અને 7 મેના રોજ મુંબઈમાં થશે અને પછી દિલ્હીમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવશે.સૂત્રોનુસાર, સમય ઓછો હોવાને કારણે મહેમાનોની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી માટે લગ્ન મુંબઈની બહાર કરવામાં ન આવ્યા.

આ કારણથી મુંબઇમાં થશે લગ્ન:
અન્ય એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, પોતાની પસંદના રિસોર્ટમાં બુકિંગ ન મળવાને કારણે સોનમ અને આનંદે તારીખ અને વેન્યુ બદલવા પડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનમ જીનિવાના Montereux રિસોર્ટમાં લગ્ન કરવા માંગતી હતી, પણ ત્યાં એક સાઉદી પ્રિન્સેસના લગ્ન માટે બુકિંગ થઈ ગયુ હતુ. સોનમની બહેન રિયાએ રિસોર્ટના માલિકોને મનાવવા માટે કહ્યું કે, જો સોનમના લગ્ન રિસોર્ટમાં થશે તો રિસોર્ટને પબ્લિસિટી મળશે. પણ રિસોર્ટના માલિકોએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તે પોતાની ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ પોલિસી નહીં બદલે.

You might also like