સોનમ-આનંદ આહુજા એપ્રિલમાં લગ્ન કરી શકે છે, જોધપુરના રિસોર્ટમાં થશે લગ્ન

અનુષ્કા અને વિરાટના ગુપચુપ લગ્ન બાદ હવે દિપીકા અને રણવીરના લગ્નની અફવા ઉડી રહી છે. જો કે દિપીકા અને રણવીર હાલમાં લગ્ન કરે કે ના કરે, પરંતુ બોલિવૂડની અન્ય એક અભિનેત્રી તો હાલમાં લગ્ન કરી શકે તેવી શક્યતા છે.

આ વર્ષના એપ્રિલમાં અનિલ કપૂરની અભિનેત્રી સોનમ કપૂર લગ્ન કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે સોનમ કપૂર પોતાના બૉયફ્રેન્ડ આનંદ આહુજા સાથે એપ્રિલમાં લગ્ન કરી શકે છે.

એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે, સોનમ અને આનંદના લગ્ન જોધપુરના એક પેલેસ રિસોર્ટમાં થશે. જેમાં માત્ર નજીકના સંબંધીઓ સામેલ થશે, જેની સંખ્યા માત્ર 300 જેટલી હોઈ શકે છે.

હાલમાં સોનમ કપૂર ‘વીરે દી વેડિંગ’ ફિલ્મમાં વ્યસ્ત છે અને તે આ ફિલ્મની રિલીઝ પહેલા જ લગ્ન કરી શકે છે. સોનમ અને આનંદ એકસાથે અનેક પાર્ટીઓમાં અને ફંક્શનોમાં જોવા મળ્યા છે. તેઓ છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે. તાજેતરમાં જ સોનમે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંને જણા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આનંદ આહુજા દિલ્હીના બિઝનેસમેન છે. સોનમના કઝિન બ્રધર મોહિત મારવાહ પણ આ વર્ષે લંડનમાં લગ્ન કરવાના છે. થોડા સમય પહેલા જ સોનમે લગ્ન માટે કહ્યું હતું કે, ‘લગ્નથી બે પરિવારો અને બે મિત્રો એકબીજા સાથે જોડાય છે. મને દુલ્હનની જેમ તૈયાર થવું પસંદ છે. લગ્ન માટે મારા પેરેન્ટસ મારા રૉલ મૉડલ છે.’

You might also like