.. તો આ કારણથી પોતાના જ રિસેપ્શનમાં સ્પૉર્ટ્ઝ શૂઝ પહેરી પહોંચ્યો આનંદ આહૂજા

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન 8મેના રોજ મંગળવારે થયાં હતાં. સોનમ અને આનંદના લગ્ન બપોરના સમયે શીખ રીતિ-રિવાજ અનુસાર કરવામાં આવ્યાં હતાં. સોનમ અને આનંદનું રિસેપ્શન સાંજના સમયે રાખવામાં આવ્યું હતું. સોનમના લગ્નના રિસેપ્શનમાં બોલિવૂડના અનેક મોટા મોટા સેલેબ્સ હાજર હતાં. આ પાર્ટીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ તરફ નહી પરંતું આ પાર્ટીમાં સૌથી વધારે ધ્યાન આનંદના સ્પોર્ટ્સ શૂઝે ખેંચ્યુ હતું.

સોનમ કપૂરે પોતાના રિસેપ્શનમાં બ્રાઉન અને ક્રીમ કલરનો લહેંગો પહેર્યો હતો. જ્યારે તેના બ્રાઈડ આનંદે નેવી બ્લુ કલરની શેરવાની અને વ્હાઈટ કલરનો પાયજામો પહેર્યો હતો. આ દરમિયાન આનંદે પોતાની શેરવાની સાથે મોજડી પહેરવાના બદલે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં હતાં. સોશ્યલ મીડિયા પર સોનમ કપૂર અને આનંદની ફોટોઝ સામે આવી કે તરત જ યુઝર્સે સોનમના પતિની મજાક ઉડાવવાની શરૂ કરી હતી.

વાસ્તવમાં આનંદનું પોતાનું શૂઝ બુટિક છે. જે દિલ્હીની લોધી કોલોનીમાં વેજનોનવેજથી ફેમસ છે. આ સાથે જ તેના ક્લોથિંગ બ્રાન્ડ પણ છે. વેજનોનવેજ ભારતની પહેલી મલ્ટી બ્રાન્ડ સ્નીકર્સ બુટિક છે. આનંદ આહૂજાને સ્નીકર્સ પહેરવા ખૂબ પસંદ છે.

એવું પણ કહી શકાય કે જો સોનમ તેનો પહેલો પ્રેમ હોય તો બીજો પ્રેમ સ્નીકર્સ છે. આનંદ હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે સ્નીકર્સ સારા અને કમ્ફર્ટ લાગતાં હોય. આથી જ્યારે તે શોપિંગ કરવા જાય છે ત્યારે શૂઝ તેના લિસ્ટમાં ટોપ પર હોય છે. આથી આનંદ પોતાની રિસેપ્શન પાર્ટીમાં પણ સ્નીકર્સ પહેરીને જ આવ્યો હતો.

You might also like