હનીમૂન મનાવી રહી સોનમ કપૂરે આપ્યું ચોંકાવનારૂં નિવેદન, કહ્યું – ‘આનંદ મારો પતિ નથી’!

728_90

સોનમ કપૂર લંડનમાં તેના હનીમૂનનો સમયગાળા આનંદ સાથે માણી રહી છે. ભૂતકાળમાં તેના કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં તે આનંદ આહુજા સાથે દેખાઈ હતી, પરંતુ તે દરમિયાન સોનમે એવું કંઈક કિધું કે, જો તમે આનંદ આહુજા સાંભળી લે તો પછી તે પણ એક વાર વિચારશે.

હાલ એક મુલાકાતમાં સોનમ કપૂર પ્રથમ વખત લગ્નને લઈ ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે કહ્યું કે તેના માટે આનંદ ખુબ મહત્વપુર્ણ છે. આનંદના પરિવાર સાથે પણ મારા સંબંધ ખૂબ સારો છે.’

સોનમ તેના પતિને લગ્ન પછી પણ બોયફ્રેન્ડ માને છે. તે કહે છે, ‘મિત્રતા અમારા સંબંધમાં સૌ પ્રથમ છે. એટલે લગ્ન પછી પણ આનંદ મારો બોયફ્રેન્ડ છે.’

સોનમે વ્યસ્ત શેડ્યૂલ વિશે વાત કરતા કહ્યું કે ‘હું અને આણંદ એકબીજાના કામનો આદર કરીએ છે. અમારી વચ્ચે સમજ છે. જ્યારે તમે આ બધી બાબતો સમજો છો, ત્યારે તમારો સંબંધ સુંદર બને છે.’

તાજેતરમાં સોનમ કપૂર, કરિના કપૂર અને અર્જુન કપૂરનો એક ફોટો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કરિના અને સૈફ પણ હાલ લંડનમાં છે. અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે.

You might also like
728_90