મને ગરબડ-ગોટાળા આવડતાં નથી: સોનમ કપૂર

સોનમ કપૂર તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ માટે જાણીતી છે. તે સુંદરતામાં કોઇનાથી કમ નથી. તેનો અભિનય પણ એવો છે કે કોઇની પણ પ્રશંસા પામી શકે. વ્યક્તિત્વ સાથે જોડાયેલ દરેક પહેલુ લાજવાબ છે, છતાં પણ હરોળમાં પાછળ છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા-આ ચાર અભિનેત્રીઓ પર દરેક મોટું બેનર નજર રાખીને બેઠું છે, કેમ કે આ અભિનેત્રીઓમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તાકાત છે, પરંતુ સોનમ કેમ પાછળ રહી જાય છે. લાગે છે કે કંગના રાણાવતની જેમ તે પણ મૂડી સ્વભાવની છે, જે પોતાનો રસ્તો પોતાની મરજીથી પસંદ કરે છે. ભલે તેમાં એને કોઇ ફાયદો હોય કે ના હોય.

જે આશા સાથે દર્શકો સોનમની ફિલ્મ જુએ છે તેમાં તેને 100 ટકા માર્ક્સ આપે છે તો પણ એવોર્ડના આયોજકો તેનાથી રૂઠેલા કેમ રહે છે. લાગે છે કે સોનમે ટોપ બ્રિગેડમાં આવવાની ટિપ્સ લેવી પડશે. મોટા ફિલ્મ મેકર્સ અને સ્ટારકાસ્ટ સાથે હિટ ફિલ્મ છતાં સોનમને ક્યારેય નંબર વનની પોઝિશન મળી નથી. તેનો અર્થ એ છે કે તે સ્ટારડમની રેસમાં આગળ રહેવાના નિયમો જાણતી નથી. સોનમ કહે છે કે હું ખુશ છું મને મળેલા માન-સન્માનથી. હું કોઇ ગરબડ-ગોટાળા કરી શકતી નથી. મને કોઇ ચાલબાજી આવડતી નથી. તે કોઇ પણ પબ્લિસિટી સ્ટંટથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયા પોતાની ટીઆરપી વધારવા માટે પ્રેમ પ્રકરણોના ન્યૂઝ છાપતું રહે છે, પરંતુ સોનમ કોઇ અફેર કે અન્ય બાબતોમાં પણ પડતી નથી. તેના વિશે આજ સુધી કોઇ વ્યક્તિ કોઇ અફવા છાપવાની હિંમત કરી શકી નથી. •

You might also like