અનિલ કપૂરની પુત્રી છું એટલે ટકી છું અેવું નથીઃ સોનમ કપૂર

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે વર્ષ ૨૦૧૧માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે દર વર્ષે નવા અંદાજમાં જોવા મળે છે. દર વર્ષે પોતાની અલગ સ્ટાઈલથી તે ખૂબ જ પ્રશંસા મેળવે છે. અા વર્ષે પણ કાન્સ ફિલ્મ ફે‌સ્ટિવલ તેના માટે ખાસ રહ્યો, કેમ કે તાજેતરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં અાવી. અા વર્ષે પણ તેના ચાહકોની નજર તેના પર હતી અને તેણે તેમને પણ નિરાશ ન કર્યા. ફેશનની સારી સમજ અને કમાલની સ્ટાઈલના કારણે હંમેશાં ચર્ચામાં રહેતી સોનમના ખાતામાં ‘‌િમરઝા’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી કેટલીક ઉમદા ફિલ્મ લખાયેલી છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે સોનમને માત્ર ૧૧ રૂપિયા જ મળ્યા હતા. તે મહેનતાણાના નહીં, પરંતુ શુકનના રૂપમાં તેણે અા રકમ લીધી હતી. ફિલ્મના નિર્દેશક રાકેશ અોમપ્રકાશ મહેરા ઇચ્છતા હતા કે સોનમ અા ફિલ્મમાં ભાગ બને. વર્ષ ૨૦૧૩માં અાવેલી અા ફિલ્મમાં સોનમે નિર્મલ કૌરની ભૂમિકા ભજવી હતી. નિર્મલ કૌર ફિલ્મની કહાણીમાં મિલ્ખાને ચોરી છોડીને સેનામાં ભરતી થવા પ્રોત્સાહિત કરે છે. અહીંથી તેની એથ્લીટ બનવાની સફર શરૂ થાય છે.

થોડા સમય પહેલાં કંગના રાણાવતે કરણ જોહર પર અાક્ષેપ કર્યો હતો કે તેઅો પોતાની ફિલ્મોમાં માત્ર સ્ટાર કિડને કામ અાપે છે, જોકે સોનલ અા વાત સાથે સહમત નથી. સોનમ કહે છે કે સાત વર્ષમાં મને કરણે તેની ફિલ્મમાં કામ અાપ્યું નથી. ફિલ્મ નિર્માણ એક બિઝનેસ છે. અા બિઝનેસમાં જો તમે સારું પ્રદર્શન નહીં કરો તો તમને કાસ્ટ કરવામાં નહીં અાવે. અાવા બધા અાક્ષેપોને સોનમ પાયા વગરના ગણાવે છે.

તે કહે છે કે હું ૧૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એટલા માટે ટકી નથી, કેમ કે હું અનિલ કપૂરની પુત્રી છું. હું અભિનય કરવાનું સારી રીતે જાણું છું અને એટલે જ મારી ફિલ્મોના નિર્દેશકો મારી સાથે કામ કરવાનું પસંદ કરે છે. •

You might also like