સક્સેસ ઇઝ એવરીથિંગઃ સોનમ

સોનમ કપૂરે સંજય લીલા ભણસાળી સાથે અાસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મમાં કરિયર શરૂ કરી હતી. બાદમાં તેને ‘સાવરિયા’માં હીરોઈન તરીકે બ્રેક મળ્યો. ત્યારબાદ તેણે ‘હઈસા’, ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ફિલ્મો અાપી. ગયા વર્ષે અાવેલી ફિલ્મ ‘નીરજા’માં તેને ઘણા પુરસ્કાર મળ્યા. સોનમના અભિનયનાં ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મની પસંદગી માટે તે કયા માપદંડ અપનાવે છે. અા અંગે વાત કરતાં તે કહે છે કે મારી તલાશ હંમેશાં સારી સ્ક્રિપ્ટની હોય છે. હવે હું સાધારણ ભૂમિકા પસંદ કરતી નથી, કેમ કે દર્શકો સામે મારું અભિનય કૌશલ્ય બતાવવાની કોશિશ કરું છું. હું અભિનયનો ભરપૂર અાનંદ ઉઠાવવા ઇચ્છું છું અને મને લાગે છે કે  હું સામાન્ય ભૂમિકા ભજવીશ તો લોકો મારા અભિનય પર ધ્યાન નહીં અાપે.

સોનમના ખાતામાં ઢગલાબંધ ફિલ્મો નથી. તે કહે છે કે હું નંબર ગેમનો ભાગ નથી અને કોઈ પણ રેસમાં મારી જાતને સામેલ કરવા ઇચ્છતી નથી. હું વર્ષમાં અેક-બે ફિલ્મો જ કરું છું. અન્ય અભિનેત્રીઅોની જેમ ચાર-પાંચ ફિલ્મો હું ન કરી શકું. હું એવી ફિલ્મો કરું છું, જેમાં મારી પાસે કરવા માટે કંઈક ખાસ હોય. ફિલ્મની પસંદગીમાં સતર્કતા રાખ્યા બાદ જ મારા કામમાં નિખાર અાવ્યો છે. સાચું કહું તો ઇન્ડસ્ટ્રીમાં સફળતા જ બધું છે. તમારા ભાગમાં જેમ સફળતા અાવવા લાગે છે. તમારી અાસપાસની તમામ વસ્તુઅો ત્યાં સુધી કે લોકો પણ બદલાઈ જાય છે. કદાચ દુનિયા અાવી રીતે જ ચાલે છે. લોકો ભલે બદલાતા રહે, પરંતુ હું અેવી અાશા રાખું છું કે હું ક્યારેય ન બદલાવું. •
http://sambhaavnews.com/

You might also like