ગિફ્ટની શોખીન સોનમ કપૂર

સોનમ કપૂર એક સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે ફેશનિસ્ટાના રૂપમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ફેશનને લઇને તેની સમજ તેમજ તેના અલગ અલગ એક્સપરિમેન્ટના લોકો દીવાના હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનમને ખુશ કરવા માટે તેને કોઇ ડ્રેસ ભેટ કરવો સૌથી સરળ રીત છે. તેની ફ્રેન્ડ્સ આ વાતને ખૂબ સારી રીતે જાણે છે અને જ્યારે પણ તેમને સોનમને મનાવવી હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરે છે.

સોનમની એક ફ્રેન્ડનું કહેવું છે કે ગિફ્ટની બાબતમાં તે એક બાળકી જેવી છે. તેને ગિફ્ટ મળવાની રાહથી લઇને તેને ખોલવા સુધીની તમામ બાબતો ગમે છે. દરેક વ્યક્તિ તેને ગિફ્ટ આપવાનું પસંદ કરે છે, કેમ કે તે ખૂબ જ પ્રેમાળ છે અને જ્યાં પણ જાય ત્યાંથી પોતાના પરિચિત માટે કંઇક ને કંઇક ગિફ્ટ લેતી આવે છે. આ જ કારણે બદલામાં ગિફ્ટ મળે ત્યારે તેની ખુશી છલકાઇ જાય છે. તેનો કહેવાતો પ્રેમી આનંદ આહુજા પણ તેના આ શોખને સારી રીતે જાણી ચૂક્યો છે. તેથી તે હંમેશાં સોનમને પસંદગીની બ્રાન્ડ ગિફ્ટમાં આપતો રહે છે. •
http://sambhaavnews.com/

You might also like