સોનાક્ષી ક્યારેય સિંગર નહીં બને

અાજકાલ બોલિવૂડ અભિનેત્રીઓમાં સિંગર બનવાનો જબરદસ્ત ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે, પરંતુ સોનાક્ષી સિંહા માત્ર અભિનય ક્ષેત્રમાં જ રહેવા ઈચ્છે છે. તે કહે છે કે હું મારા વિશે શું કહું, હું કોઈ ટ્રેન્ડ સિંગર તો છું નહીં. મને લાગે છે કે હું માત્ર એક્ટિંગમાં જ ઠીક છું, અત્યારે હું અાનાથી વધારે કંઈ પણ કરવાનું વિચારી શકતી નથી.

સોનાક્ષી લાઈનબંધ બે-ચાર એક્શન ફિલ્મોમાં જોવા મળશે. સતત એક્શન ફિલ્મો કર્યા બાદ પણ તેને ટાઈપકાસ્ટ થવાનો ડર નથી. તે કહે છે કે હીરો હંમેશાં બેક-ટુ-બેક એક્શન ફિલ્મો કરે છે. તેમને કોઈ પણ પાત્ર ભજવવાનો કોઈ ખતરો હોતો નથી. ભલે તેનું ઝોનર એક જેવું કેમ ન હોય તો અભિનેત્રીઓએ અા કામ કરવાથી શા માટે ડરવું જોઈએ.

‘ફોર્સ’ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝાએ કોઈ પણ એક્શન દૃશ્ય કર્યાં ન હતાં, પરંતુ ‘ફોર્સ-૨’માં સોનાક્ષી એક્શન સીન કરતી જોવા મળશે. તે કહે છે કે જેનેલિયાનો રોલ ખૂબ જ અલગ હતો. હું એક સ્પેશિયલ એજન્ટનો રોલ ભજવી રહી છું, જે ફિલ્મમાં જોન અબ્રાહમના પાત્ર સાથે કામ કરે છે. હું જોન સાથે એેક્શન સીન કરતી જોવા મળીશ.

જોન વિશે વાત કરતાં સોનાક્ષી કહે છે કે ફિલ્મમાં જોનની સાથે કામ કરવાનો ખરેખર અદ્ભુત અનુભવ રહ્યો. હું કોન્ફિડન્ટ અને એક્સાઈટેડ છું. અા ફિલ્મ માટે મેં માર્શલ અાર્ટની ટ્રેનિંગ લીધી છે.

You might also like