શોપિસ બનવું નથીઃ સોનાક્ષી સિંહા

સોનાક્ષી અાગામી ફિલ્મ ‘મુબારક’ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. અા ફિલ્મમાં તે અનિલ કપૂર અને અર્જુન કપૂર સાથે કામ કરવાની હતી. અા ફિલ્મ કાકા- ભત્રીજાની કહાણી પર અાધારિત છે. ફિલ્મમાં અનિલ કપૂર કાકા બન્યા છે અને અર્જુન કપૂર ભત્રીજો બન્યો છે. સોનાક્ષી સિંહાઅે અા ફિલ્મ સાથે છેડો ફાડી દીધો છે. તે કહે છે કે અા ફિલ્મમાં મારા માટે ખાસ સ્કોપ ન હતો અને હું માત્ર શોપિસ બનીને રહેવા ઇચ્છતી નથી. તેથી મેં ફિલ્મથી અલગ થવાનો નિર્ણય લીધો.

અસલી કારણ અે છે કે સોનાક્ષી સિંહાનું નામ અર્જુન કપૂર સાથે જોડાઈ ચૂક્યું હતું. ‘તેવર’ ફિલ્મમાં બંને એકસાથે જોવા મળ્યાં હતાં અને શૂટિંગ દરમિયાન બંને વચ્ચે રોમાન્સના સમાચાર જાણવા મળ્યા હતા, જોકે તે ફિલ્મના પ્રમોશનનો એક ભાગ હતો. ત્યારથી સોનાક્ષી અર્જુનથી નારાજ છે. હવે તે ઇચ્છતી નથી કે અા જ વાત ફરી દોહરાવવામાં અાવે. તેને ફિલ્મથી અલગ થવામાં જ ભલાઈ સમજી. લોકો એવું પણ કહી રહ્યા છે કે સોનાક્ષીને પહેલાંથી જ જાણ હતી કે ફિલ્મની સ્ટોરી શું છે તો તેણે ફિલ્મ કરવાની હા કેમ કહી. ‘હીરોઈન’ ફિલ્મ છોડીને જાય તેવી અર્જુન કપૂર સાથે બીજી ઘટના બની. તાજેતરમાં ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફિલ્મમાંથી પણ એમી જેક્સન અલગ થઈ ગઈ. હવે અર્જુન માટે નવી હીરોઈન શોધાઈ રહી છે. ‘હાફ ગર્લફ્રેન્ડ’માં શ્રદ્ધા કપૂર પણ કામ કરી રહી છે. •

You might also like