સારી ફિલ્મો કરતાં મારી જાતને સાબિત કરવા ઇચ્છુ છું: સોનાક્ષી

સોનાક્ષી સિંહા હાલમાં તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ‘અકિરા’ને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે. સોનાક્ષીએ અત્યારે હિટ અને ફ્લોપ ફિલ્મો વિશે વિચાર્યું નથી. તે કહે છે કે હિટ અને ફ્લોપ એ તો દરેક કલાકારની કરિયર સાથે જોડાયેલી સચ્ચાઇ છે. જો કોઇ ફ્લોપનો અંદાજ પહેલેથી લાગી જાય તો કોણ તેમાં કામ કરવા ઇચ્છશે. ક્યારેક ક્યારેક તો એવું પણ થાય છે કે તમારી ફિલ્મ બોક્સઓફિસમાં ખૂબ જ સામાન્ય કમાણી કરે છે, પરંતુ એ ફિલ્મમાં તમારું કામ લોકોને ગમે છે. મારી સાથે એવું વધુ થયું છે. મારી અત્યાર સુધીની ફિલ્મોમાં લૂંટેરાએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, પરંતુ આ ફિલ્મ જોયા બાદ કોઇ વ્યક્તિ એમ ન કહી શકે કે મને એક્ટિંગ નથી આવડતી અથવા એક્ટિંગ કરવી મારા વશની વાત નથી.

થોડા સમયથી એવું લાગી રહ્યું છે કે સોનાક્ષી ઓછું કામ કરવાના મૂડમાં છે. તે કહે છે કે કરિયરની શરૂઆતથી જ મારો હેતુ ખુદને સ્થાપિત કરવાનો હતો. હવે મારો મકસદ સારી ફિલ્મો કરતા કરતા મારી જાતને સારી અભિનેત્રી સાબિત કરવાનો છે અને આ માટે હું એકદમ કોન્સન્સ્ટ્રેટ કરીને કામ કરવા ઇચ્છું છું. આ માટે જરૂરી છે કે હું ઓછું પરંતુ ક્વોલિટી કામ કરું.

સોનાક્ષીની મોટા ભાગની ફિલ્મો સાઉથની રિમેક હોય છે. આ અંગે તે કહે છે કે સાઉથની ફિલ્મોનો કન્સેપ્ટ ખરેખર જબરદસ્ત હોય છે તેથી મને આ ફિલ્મોની રિમેકમાં કામ કરવું ગમે છે. કોઇ પણ ખરાબ ફિલ્મની રિમેક બનતી નથી હોતી. કોઇ ફિલ્મ કાર શા માટે ખરાબ કે ફ્લોપ ફિલ્મની રિમેક બનાવવામાં પૈસા બગાડે અને જો બને તો કોઇ કલાકાર શા માટે તે કરવા ઇચ્છે.

You might also like