અક્ષય સાથે પાંચમી વખત રોમાન્સની તૈયારીમાં છે સોનાક્ષી સિંહા

મુંબઇ: સોનાક્ષી સિંહા હાલના દિવસોમાં એક પછી એક સતત ફિલ્મો સાઇન કરી રહી છે. તાજેતરમાં જ અભય ચોપડાની ફિલ્મ ‘ઇત્તેફાક’ સાઇન કર્યા પછી હવે તે ‘નમસ્તે ઇંગ્લેન્ડ’માં પણ જવા મળશે. તેમાં અક્ષય કુમાર છે. વિપુલ શાહની આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થઇ જશે.

સૂત્રનું માનીએ તો ફિલ્મમાં સોનાક્ષી સિંહા એક અલગ જ અંદાજમાં જોવા મળશે. આવી તે આ પહેલા કોઇ દિવસ જોઇ હશે નહીં. હાલમાં તો ફિલ્મ પર કામ શરૂ થઇ ગયું છે. વિપુલ શાહએ જણાવ્યું કે અત્યારે ફિલ્મ પ્રી પ્રોડક્શનના સ્ટેજમાં છે. ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. હજુ કેટલીક વસ્તુઓ ફાઇનલ કરવાની બાકી છે. જો કે આ ફિલ્મ 2007માં આવેલી ‘નમસ્તે લંડન’ની સિક્વલ નથી, જેમાં અક્ષય કુમાર અને કેટરીના કેફ હતાં.

હાલમાં તો વિપુલ કમાન્ડોની સિક્વલમાં વ્યસ્ત છે, જેમાં વિદ્યુત જામવાલ હતો. વિપુલએ એવું પણ જણાવ્યું કે આ માટે તે ઇંગ્લેન્ડ, પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ, બ્રૂસેલ્સ અને પંજાબમાં શૂંટિંગ કરશે. આ શૂટિંગ શિડ્યૂલ 6 મહિના લાંબુ હશે. ત્યારે સનાક્ષાએ પોતે જ ફિલ્મનું કન્ફર્મેશન ટવિટર પર આપી દીધું છે. તેને ટવિટ કર્યું છે કે, ‘નમસ્તે ઇંગ્લેન્ડ…કન્ફર્મ થઇ ગઇ છે’. આક્ષય સાથે તેની આ પાંચમી ફિલ્મ હશે.

You might also like