ફિલ્મ કેરિયરના પ્રારંભમાં હિટ આપનાર સોનાક્ષી કરી રહી છે નિષ્ફળતાનો સામનો….

સોનાક્ષી સિંહાની કરિયરમાં પાંચ ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ છે, પરંતુ સફળતાનો તાજ મેલ સ્ટારના માથે જ બંધાયો. સાત વર્ષમાં તેના ખાતામાં કુલ સાત હિટ ફિલ્મો પણ નથી. કરિયરની શરૂઆતમાં કોઇ કરિશ્માની જેમ ઊભરી રહેલી સોનાક્ષી ઘણા સમયથી નિષ્ફળતાનો સામનો કરી રહી છે.

થોડા સમય બાદ તે ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ‘કલંક’ જેવી ફિલ્મ પણ છે. સોનાક્ષીની છેલ્લી ફિલ્મો ‘નૂર’, ‘અકિરા’, ‘ઇત્તફાક’ વગેરેએ સારું પ્રદર્શન ન કર્યું. સોનાક્ષી કહે છે કે એક કલાકાર તરીકે મારા બેસ્ટ પ્રયત્ન કર્યા બાદ હું બધું દર્શકો પર છોડી દઉંં છું, પછી ફિલ્મની જેવી કિસ્મત હોય તેવું પ્રદર્શન કરે છે.

ફિલ્મની શરૂઆતમાં સોનાક્ષી ઘણા દાવા કરતી હતી, પરંતુ હવે અચાનક તેનામાં પરિવર્તન આવી ગયું છે. તે કહે છે કે પહેલાં મને લાગતું હતું કે મારી ફિલ્મ સારી બની છે તો હું તેના વિશે દાવો કરી દેતી હતી, પરંતુ હવે હું જાણી ચૂકી છું કે ફિલ્મના સારા બનવાથી જ બધું થતું નથી, તેમાં હિટ કે ફ્લોપ હોવાની બીજી પણ ઘણી વાતો હોય છે.

તેથી હવે મેં દાવા કરવાનું છોડી દીધું છે. જે ફિલ્મ સાથે સોનાક્ષીનું નામ જોડાયું હોય છે તે ફિલ્મ ન ચાલે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની જવાબદારી ગણાય છે. સોનાક્ષી કહે છે કે મારી વ્યક્તિગત કોશિશ એ હોય છે કે ફિલ્મ ભલે ન ચાલે, પરંતુ તે તેના માટે દોષી ન ઠેરવાય. સોનાક્ષી કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પસાર કર્યા બાદ હવે હું ફિલ્મોની સંખ્યા વધારવામાં પડતી નથી. માત્ર સારી ફિલ્મો કરવા ઇચ્છું છું. મારી કોશિશ એ છે કે લોકો મને સારી અભિનેત્રી તરીકે જાણે. •

You might also like