કિસિંગ સીન નહીં જ કરુંઃ સોનાક્ષી

સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી કિસિંગ સીન કે કોઇ પણ પ્રકારનો બોલ્ડ સીન આપ્યો નથી. તેનું કહેવું છે કે તે પડદા પર આવા સીન ક્યારેય નહીં આપે, કેમ કે તે આ બધાંથી અસહજતા અનુભવે છે. સોનાક્ષીએ જણાવ્યું કે મને લોકોની સામે કોઇ પણ પ્રકારના બોલ્ડ સીન કરવામાં સંકોચ થાય છે. મને નહીં ગમે તેવું કામ હું ક્યારેય નહીં કરું. સેન્સર બોર્ડની કાતરના લીધે ફિલ્મકારો પોતાની ફિલ્મોમાં કિસિંગ સીનથી બચતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી યુવાન અભિનેતા, અભિનેત્રીઓએ આ બાબતમાં જાણે કે એક મિસાલ આપી છે.

સોનાક્ષીએ તેની છેલ્લી ફિલ્મ ‘અકિરા’માં જબરદસ્ત એક્શન સીન આપ્યા છે. તેણે ખતરનાક સ્ટન્ટ કર્યા. ફિલ્મમાં તેનાં ખૂબ વખાણ પણ થયાં. ૨૯ વર્ષીય આ અભિનેત્રીએ જણાવ્યું કે આ ફિલ્મ તેની કરિયરના યોગ્ય સમયે આવી, કેમ કે તે એક કલાકારના રૂપમાં પોતાની મર્યાદાઓને વધારવા ઇચ્છતી હતી. સોનાક્ષીએ કહ્યું કે તે ખુશ છે કે તેની સખત મહેનત પર લોકોએ ધ્યાન આપ્યું. ‘અકિરા’માં એક્શન કરવા માટે તેને ફિઝિકલ ટ્રેનિંગ પણ લેવી પડી છે. તે કહે છે કે હોલિવૂડમાં અભિનેત્રીઓને એક્શન અને આ પ્રકારની એક્ટિંગ કરવા મોકો આપવામાં આવે છે. બોલિવૂડમાં હવે અભિનેત્રીઓને એક્શન અને સ્ટન્ટ કરવાનો મોકો અપાઇ રહ્યો છે તે સારી વાત છે. સોનાક્ષી ઇચ્છે છે કે આગળ પણ તે આવા જ પ્રકારની ફિલ્મોમાં કામ કરતી રહે. •

You might also like