ચાઈનીઝ ઢોસા-ચીઝ ભાજીપાંઉ સોનાક્ષીનાં ફેવરિટ

સોનાક્ષી સિંહાની છેલ્લી બે ફિલ્મો ‘ફોર્સ-૨’ અને ‘અકીરા’ બોક્સ ઓફિસ પર સરેરાશ રહી. હવે તે આગામી ફિલ્મ ‘નૂર’ને લઇને ઉત્સાહિત છે. ‘નૂર’ અંગે વાત કરતાં તે કહે છે કે આ ફિલ્મ પાકિસ્તાની લેખિકા શબા ઇમ્તિયાઝની નોવેલ ‘કરાચી-યુ આર કિલિંગ મી’ પર આધારિત છે. તેની કહાણી લેખિકા-પત્રકાર નૂરના સફરની કહાણી છે. તેનું નિર્દેશન સુનીલ સિપ્પીએ કર્યું છે. સોનાક્ષી કહે છે કે આ ફિલ્મ મારા પાત્રની આસપાસ ફરે છે. તેથી મને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ‘અકીરા’ અને ‘ફોર્સ-૨’ જેવી ફિલ્મોમાં એક્શન સીનમાં જોવા મળેલી સોનાક્ષીએ આ પાત્રો પર ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ તે કહે છે કે અંતિમ નિર્ણય તો દર્શકોના હાથમાં જ હોય છે. તેમના જ હાથમાં કલાકાર અને ફિલ્મની કિસ્મત હોય છે. અમારા માટે તે જ નિર્ણાયક શક્તિ છે.

જે સમયે સોનાક્ષી શૂટિંગમાં વ્યસ્ત હોતી નથી ત્યારે તે માતા-પિતા સાથે સમય પસાર કરે છે. તે કહે છે કે હું મારાં મમ્મી-પપ્પા સાથે ચા પીઉંં છું અને તેમની સાથે જમું છું. ત્યાર બાદ મારું પેઇન્ટ બ્રશ ઉઠાવું છું. મારી પેઇન્ટિંગની કળા મને આ શોરબકોરવાળી દુનિયામાંથી એક અલગ જ પ્રકારની શાંતિ આપે છે. તે કહે છે કે મને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ખાવાનો ખૂબ જ શોખ છે. હું તેના પર પૈસા ખર્ચ કરવાનું પસંદ કરું છું. ચાઇનીઝ ઢોસા અને ચીઝ ભાજીપાંઉ મારાં ફેવરિટ છે. હું ખૂબ જ ફૂડી છું અને ફૂડ પર પૈસા ખર્ચ કરું છું. •
http://sambhaavnews.com/

You might also like