સોનાક્ષીને નથી યાદ છેલ્લે તેણે ક્યારે કેશ યૂઝ કરી હતી

મુંબઇઃ હાલ દેશમાં દરેક તરફ 500 અને 1000 રૂપિયાની નોટો જમા કરવા લોકો બેંકોની બહાર લાઇનોમાં ઉભા રહ્યાં છે. કોઇ ડિપોઝિટ કરવા માટે તો કોઇ મનીએક્સચેન્જ માટે લાઇનોમાં ઉભા છે. ત્યારે સોનાક્ષી સિન્હાને કેશની કોઇ જ ચિંતા નથી.

જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે તેણે છેલ્લે ક્યારે કેશ પેમેન્ટ કર્યું. તો તેણે જવાબ આપ્યો કે મને ખબર નથી કે છેલ્લે મેં ક્યારે કેશનો ઉપયોગ કર્યો હતો. હું તો હંમેશા પ્લાસ્ટિક મની (ડેબિટ અને ક્રેડિટ કાર્ડ)નો જ ઉપયોગ કરૂ છું. પરંતુ મને લાગે છે કે આ જે કાંઇ પણ થઇ રહ્યું છે તે સારા માટે જ થઇ રહ્યું છે. તેમાં જરૂરથી સફળતા પ્રાપ્ત થશે જ.

જે દિવસે રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સોનાક્ષીએ એક ફની ટ્વિટ કર્યું હતું કે અમેરિકામાં વોટ ગણાઇ રહ્યાં છે અને ભારતમાં નોટ ગણાઇ રહી છે.

You might also like