અાજકાલ બોલિવૂડ અભિનેત્રીઅોમાં પાતળા થવાની, િસ્લમ એન્ડ ટ્રીમ ફિગરનું પ્રદર્શન કરવાની હોડ લાગી છે, પરંતુ સોનાક્ષી સિંહા અા બધાથી કોસો દૂર છે. તે કહે છે કે હું િસ્લમ અેન્ડ ટ્રીમ દેખાવવા ઇચ્છતી નથી. હું હટ્ટીકટ્ટી છું અને હંમેશાં તેવી જ રહેવા ઇચ્છું છું. અામ છતાં પણ મારી ફેશનને લોકો ફોલો કરે છે. યુવતીઅો મારાથી પ્રભાવિત છે. હું ઘણા લોકો માટે ફેશન અાઈકોન પણ છું અને મારા માટે તે ગર્વની વાત છે.
અાજકાલ કોઈ પણ અભિનેત્રી ઇન્ટીમેટ સીન કરવામાં કે બિકિની પહેરવામાં પાછળ હટતી નથી, પરંતુ સોનાક્ષી અા બધાથી પણ દૂર છે. તે કહે છે કે હું ક્યારેય પડદા પર અંતરંગ દૃશ્યો ભજવતાં કે બિકિની પહેરેલી જોવા નહીં મળું. મને ઘણી બધી અોફર મળતી રહે છે, પરંતુ મેં જાતે મારી કેટલીક મર્યાદાઅો નક્કી કરી છે. મને મારા સિદ્ધાંતને બદલવાનું પણ જરૂરી લાગતું નથી. દર્શકોને હું અાખા કપડામાં પસંદ છું તો મારે મારી જાતને શા માટે બદલવી જોઈઅે.
સોનાક્ષીને લીડ રોલમાં પણ બોલ્ડ સીન કરવો પડશે તો તે નહીં કરે. તે કહે છે મારી પાસે વિદ્યા બાલન જેટલી હિંમત નથી. તેણે ‘ડર્ટી પિક્ચર’માં જે હિંમત બતાવી હતી તેટલી હિંમત ખરેખર મારામાં નથી. હું અભિનેત્રી તરીકે વિદ્યાનું સન્માન કરું છું, પરંતુ મારી જે પ્રતિબદ્ધતા છે તેની સાથે હું એવું કંઈ નહીં કરું. •