સોનાક્ષી સિંહાની કેટલીક અજાણી વાતો

થોડા દિવસ પહેલાં સોનાક્ષી સિંહાએ નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’માં ભાગ લીધો હતો. તેણે પોતાના અંગે કેટલીક દિલચસ્પ વાતો પરથી પરદો ઉઠાવ્યો. તેણે એવી કેટલીક વાતો કરી, જે બહુ ઓછા લોકો જાણે છે. તેણે પહેલી જોબ અને પગાર અંગે જણાવ્યું. તેણે કહ્યું કે હું લેકમે ફેશનવીક માટે વોલન્ટિયર કરી રહી હતી. મારું કામ લોકોને તેમની સીટ સુધી પહોંચાડવાનું હતું. મારે તેમના પાસ જોવાના હતા અને પછી તેમની સીટ બતાવવાની હતી. આ મારી પહેલી જોબ હતી. પાંચ દિવસના કામ માટે મને ૩૦૦૦ રૂપિયા મળ્યા હતા. સોનાક્ષીના જણાવ્યા અનુસાર તેને ગીત ગાવાનું ખૂબ જ પસંદ છે. તે બાળપણથી ગીત ગાતી આવી છે. ગીત ગાવાં અને લિરિક્સ ડાઉનલોડ કરવું તથા તેની પ્રિન્ટ લેવી, પોતાના અવાજમાં રેકોર્ડિંગ કરવું અને સીડી કે ટેપમાં તેને સંભાળીને મૂકવું એ બધું તેને ખૂબ જ ગમતું.

એક્ટિંગની વાત કરીએ તો તે ક્યારેય આ ફિલ્ડમાં આવવા ઇચ્છતી ન હતી, પરંતુ આ જ્યારે બન્યું ત્યારે તે ખૂબ જ થેન્કફુલ હતી. ખુદને સેલ્ફી ક્વીન ગણાવતાં તે કહે છે કે મારી પાસે શરૂઆતથી જ ડિજિટલ કેમેરા હતો, જેને ફેરવીને હું તે સમયે મારા ફોટા ક્લિક કરતી, જોકે મને એ સમયે ખ્યાલ ન હતો કે આ જ બાબત આગળ જતાં સેલ્ફી તરીકે ઓળખાશે. •

You might also like