સોનાક્ષી સિંહાનાં પ્યાર-ઇશ્ક, મહોબત

સોનાક્ષી સિંહાને એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો છે. સોનાક્ષીઅે ૨૦૧૨માં બન્ટી સચદેવ સાથેના અફેરના સમાચારોનું ખંડન કર્યું હતું. ૨૦૧૨થી બન્ટીઅે સોનાક્ષીનાં એન્ડોર્સમેન્ટ ડીલ મેનેજ કરવાનું શરૂ કર્યું હતું. બન્ટી સોનાક્ષીની ૨૯મી બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. બન્ટી અા પહેલાં મિસ યુનિવર્સ સુસ્મિતા સેન સાથે ડેટ કરી ચૂક્યો છે. અા ઉપરાંત દિયા મિર્ઝા, નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી સાથે પણ તેના અફેરના સમાચાર અાવ્યા હતા. તાજેતરમાં એવી અટકળો પણ થઈ હતી કે સોનાક્ષી પોતાના અા પ્રેમીના ઘરે રોકાવા ગઈ હતી. અા અટકળો પર સોનાક્ષી નારાજ છે.

સોનાક્ષી સિંહા બન્ટીની માતાના ૬૦મા જન્મદિવસની પાર્ટી પર પહોંચી તો બન્ટીનાં પરિવારજનો માટે અા અેક સરપ્રાઈઝ હતી. સોનાક્ષી ભલે બન્ટી સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર ન કરે, પરંતુ બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે તે સો ટકાની વાત છે. લગભગ ચાર વર્ષ પહેલાં પત્ની અંબિકા ચૌહાણ સાથે છૂટાછેડા લઈ ચૂકેલો બન્ટી સોહેલ ખાનની પત્ની સીમાનો ભાઈ છે. સીમા પણ અા પાર્ટીમાં પોતાના પુત્ર નિર્વાણ ખાન સાથે હાજર હતી.

સોનાક્ષી સિંહાનાં પરિવારજનોને તેનો અા સંબંધ મંજૂર નથી, પરંતુ સોનાક્ષી કોઈની વાત માનવા તૈયાર નથી. સોનાક્ષી સિંહાનાં માતા-પિતા તેને બન્ટી સંદર્ભે અ‌િલ્ટમેટમ અાપી ચૂક્યાં છે, પરંતુ કદાચ સોનાક્ષીના માથા પર ભૂત સવાર છે. સોનાક્ષીનાં પરિવારજનો બન્ટીને એટલે પસંદ કરતાં નથી કે તે ડિવોર્સી છે. સોનાક્ષીઅે ઘરના લોકોની લાગણીઅો ખાતર થોડા દિવસ બન્ટીને મળવાનું ટાળ્યું, પરંતુ ફરી વખત એ જ ક્રમ શરૂ થઈ ચૂક્યો છે.

સોનાક્ષી સિંહા અને બન્ટી સચદેવ વચ્ચેની નીકટતાની ચર્ચાઅો અાખા બોલિવૂડમાં ચાલી રહી છે. સોનાક્ષી સિંહા હવે અે વાત સહન કરવા તૈયાર નથી કે તેના પ્રેમમાં કોઈ અડચણ અાવે. સોનાક્ષીને તેના પરિવારની વાત અત્યારે ભલે ન ગમે, પરંતુ ખૂબ જ જલદી તેને સમજાઈ જશે કે કરિયરના અા મોડ પર ઇશ્ક-પ્રેમ અને મહોબત ક્યાંક ગ્રહણ ન લગાવી જાય. •

You might also like