હવે વધુ સમય બગાડવો નથી: સોનાક્ષી સિંહા

અત્યાર સુધી ફિલ્મોમાં સીધીસાદી ભૂમિકા ભજવનારી સોનાક્ષી સિંહા ‘અ‌િકરા’માં એક્શન કરતી જોવા મળશે. અા ફિલ્મમાં દર્શકો તેને જોઈને ખરેખર અાશ્ચર્યચકિત થશે. સોનાક્ષીઅે અા સ્થિતિ સુધી પહોંચવા ખૂબ મહેનત કરી છે. તેણે નક્કી કરી લીધું છે કે તેને નવા રૂપમાં દેખાવું છે. સોનાક્ષી હવે વુમન અો‌િરયેન્ટેડ ફિલ્મ કરવા ઇચ્છે છે. સોનાક્ષી સિંહાનું અાવું િવચારવું પણ યોગ્ય છે, કેમ કે તેણે કંગના રાણાવતને ટોપ પર પહોંચતાં જોઈ છે. તે કહે છે કે જો કંગના પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવી શકતી હોય તો હું તેવું શા માટે ન કરું. પ્રિયંકા ચોપરા, કરીના કપૂર અને દીપિકા પદુકોણને પણ અાવી ફિલ્મો મળી રહી છે. ખાસ કરીને અા લોકો માટે અલગથી રોલ લખવામાં અાવી રહ્યા છે.

હવે અા અભિનેત્રીઅો નાચવા-ગાવા પૂરતી મર્યાદિત રહી નથી. ઘણીવાર તો હીરો પણ તેમની અાગળ પાણી ભરે તેવું દેખાય છે. સોનાક્ષી ઇચ્છે છે કે તે એવી ફિલ્મોમાં કામ કરે, જેમાં હીરોનું કામ તેની સરખામણીમાં અોછું હોય. સોનાક્ષીને એવી બે ફિલ્મ મળી ગઈ છે, જેના કારણે તે અલગ ઊંચાઈ પર પહોંચી શકે છે. અત્યાર સુધી સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા હેવીવેઇટ હીરો સાથે કામ કરીને સોનાક્ષીને પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો નથી. હવે સોનાક્ષી રાહ જોવા ઇચ્છતી નથી અને ‘અ‌િકરા’ બાદ સોનાક્ષીનું સ્થાન પણ બદલાઈ જશે તે નક્કી છે. •

You might also like