હિટ કે ફ્લોપ અંગે વિચારતી નથીઃ સોનાક્ષી

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ સોનાક્ષી સિંહા ફિલ્મના હિટ કે ફ્લોપ અંગે બહુ વિચારતી નથી. તે કહે છે કે હિટ અને ફ્લોપ દરેક કલાકારની કરિયર સાથે જોડાયેલી સચ્ચાઈ છે. જો કોઈ વ્યક્તિને ફ્લોપનો અંદાજ પહેલાંથી અાવી જાય તો તે શા માટે તેમાં કામ કરશે. ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે બોક્સઓફિસ પર ફિલ્મ ભલે ફ્લોપ જાય, પરંતુ કલાકારનું કામ ખૂબ જ પસંદ કરાય છે. મારી સાથે એવું ઘણી વાર બન્યું છે. મારી અત્યાર સુધીની ફિલ્મોમાં ‘લૂટેરા’નું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ અા ફિલ્મમાં મારું કામ વખણાયું હતું.

સોનાક્ષી કહે છે કે કરિયરની શરૂઅાતમાં મારો હેતુ ખુદને સ્થાપિત કરવાનો હતોે. હવે મારો હેતુ સારી સારી ફિલ્મો કરવાનો છે અને ખુદને સારી એક્ટ્રેસ તરીકે સાબિત કરવી છે. અા માટે હું વધુ કોન્સન્ટ્રેટ કરીને કામ કરવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે હું ઓછું, પરંતુ ક્વોલિટી કામ કરું.
સોનાક્ષી મોટા ભાગે સાઉથની ફિલ્મોની રિમેકનો ભાગ રહી છે. તે કહે છે કે સાઉથની ફિલ્મો ખૂબ જ મજાની હોય છે અને તેથી હું તેવી ફિલ્મો કરવા ઈચ્છું છું. જો ઓફર મળે તો સોનાક્ષી મહિલા પ્રધાન ફિલ્મો પણ કરવા ઈચ્છે છે. તે કહે છે કે હું મારા કામ અને ફિલ્મોની વચ્ચે સંતુલન જાળવી રાખવા ઈચ્છું છું. જે ઓફર મને ગમતી નથી તેના માટે હું ઈનકાર કરી દઉં છું અને તેથી મારી પાસે વધુ પડતી ફિલ્મો નથી.

You might also like