રઇસ જોયા પછી લતિફનો પુત્ર કરી શકે છે કોર્ટમાં રીટ

અમદાવાદઃ 90ના દાયકાના ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિક ફિલ્મ રઇસ આજે રિલિઝ થઇ ગઇ છે. લતીફના જીવન પર આધારિત  આ ફિલ્મને ડોનના પુત્ર મુસ્તકે પડકારી છે. આજે મુસ્તાક અને તેનો પરિવાર ફિલ્મ જોઇને આગામી કાયદાકિય લડાઇ લડી શકે છે. મુસ્તાકે ઓગસ્ટ 2016માં હાઇકોર્ટચમાં અરજી કરી હતી કે રઇસ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર બની રહી છે.
ફિલ્મના ડાયરેક્ટર રાહુલ ધોળકિયા તેમના ઘરે આવી લતિફના જીવન અંગેની વિગતો જાણી હતી. રાહુલ દોળકિયાએ દરિયાપુર કાલુપુર વિસ્તાર સાથે લતીફના ઘરના ફોટો ગ્રાફ્સ લીધા હતા. જેના આધારે મુંબઇમાં સેટ ઉભો કરવામાં આવ્યો હતો. વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર ડાયરેક્ટર પર ભારતીય ફોજદારી ધારાની કલમ 406 અને 420 હેઠળ ફરિયાદ નોંધવા કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
આ અરજી કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચમાં મોકલવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ ન નોંધતા કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે લતિફના પરિવારને ફિલ્મ જોવાની અને ત્યાર બાદ જો ફિલ્મ લતિફના જીવન પર આધારિત હોય તો આગામી કાર્યવાહિ કરવા અંગે મૌખિક નિર્દેશન કર્યું છે. આજે પરિવાર ફિલ્મ જોયા પછી આગામી કાયદાકિય લડાઇ માટેની કાર્યવાહી હાથ ધરશે.
You might also like