પુત્રએ કાતરથી હુમલો કરી પિતાને પતાવી દીધા

અમદાવાદ: ભરૂચ નજીક આવેલા કૂકરવાડા ગામે પુત્રે કાતરથી હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતારતાં આ બનાવે ભારે અરેરાટી ફેલાવી છે. પોલીસે ખુનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ભરૂચ નજીક આવેલા કૂકરવાડા ખાતે ગોકુલનગર વિસ્તારમાં રહેતો મૂકેશ મિસ્ત્રી નામનો યુવાન તેના મિત્રો સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. આથી મૂકેશના પિતા જયંતીભાઇએ તેને આ રીતે વારંવાર ઝઘડો ન કરવાનું કહી ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા મૂકેશે તેના પિતા સાથે પણ ઝઘડો કર્યો હતો.

મૂકેશે ઉશ્કેરાટમાં આવી જઇ પિતા જયંતીભાઇ પર કાતર વડે હુમલો કરતા તેમને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ વખતે વચ્ચે પડેલા તેના ભાઇ રાકેશને પણ ઇજા થઇ હતી. જયંતીભાઇને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે આરોપી મૂકેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like