વીફરેલા જમાઇનો સાસરિયા પર ધારિયાથી હુમલો: સસરાનું મોત, સાસુ સહિત બે ગંભીર

કપડવંજ નજીક આવેલા બીલિયા ગામે રહેતા પરિવાર પર જમાઇ ધારિયું લઇ તૂટી પડતાં સસરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સાસુ સહિત બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજના માલ ઇટાળી તાબાના બીલિયામાં રહેતા પૂનમભાઇ રાવળની પુત્રી મીનાના ગોકુલપુરાના આંતરોલીમાં રહેતા છોટુ રાવળ સાથે લગ્ન થયા હતા. છોટુને તેની પત્ની મીનાના ચારિત્ર પર શક હોવાથી તેને અવારનવાર મારઝુડ કરતો હતો આથી કંટાળી ગયેલી મીના તેના પિયર ચાલી ગઇ હતી.

પત્ની પિયર ચાલી જતાં છોટુ ઉશ્કેરાયો હતો અને તેની પત્નીને પરત આવવા દબાણ કરતો હતો પરંતુ પત્ની પરત ન ફરતાં છોટુ રાત્રીના સમયે તેની સાસરીમાં પહોંચી ગયો હતો.

ફળિયામાં સૂઇ રહેલા તેના સસરા, સાસુ સહિત ત્રણ પર ધારિયાથી હુમલો કરતા ગંભીર ઇજા થતા સસરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેના સાસુ સહિત બેને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like