ચંબલમાં ખૂંખાર લૂંટારો બન્યો સુશાંત, ફિલ્મ સેટ પરથી ફોટો થયો લીક

 

ફિલ્મ રાબ્તામાં છેલ્લે જોવા મળેલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટૂંક સમયમાં પંજાબના દિગ્દર્શક અભિષેક ચૌબેની ફિલ્મ સોનચિરૈયામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચંબલમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં સુશાંત એક લૂંટારૂ તરીકે જોવા મળશે. ફિલ્મોના સેટમાંથી કેટલાક ફોટા ફેન પેજ પર પણ જોવા મળી રહ્યા છે.

સુશાંતને આ ગેટઅપમાં જોવો ખરેખર તેના ચાહકો માટે એક સરપ્રાઇઝ છે, કારણ કે અત્યાર સુધીમાં સુશાંત પોતાની ફિલ્મોમાં આવા રફ લુકમાં પહેલા ક્યારે જોવા મળ્યો નથી.

આ ફિલ્મમાં સુશાંત સિવાય, મનોજ બાજપેઇ, આશુતોષ રાણા અને રણવીર શૌરી જેવા અભિનેતાઓ પણ અભિનય કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં, સુશાંત સિંહ રાજપુત સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ભૂમિએ ચંબલની શૂટિંગ દરમિયાન ફિલ્મનો એક ભવ્ય ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે  ફિલ્મની શરૂઆત કરતા પહેલાં ચંબલના પહાડોના ફોટા પણ શૅર કર્યા હતા.

You might also like