સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે અમીત શાહની સર્વાનુમતે નિમણુંક

ગાંધીનગર ; સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આજે એક બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમના નિવાસ સ્થાને મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે બે મહત્વના નિર્ણય કરાયા હતા. જેમાં એક વર્ષ માટે કેશુભાઈ પટેલને ટ્રસ્ટના ચેરમેન પદે થયાવત રખાયા છે. જ્યારે ખાલી પડેલી બે જગ્યા પૈકીની એક જગ્યા ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહની નિમણુંક કરાઈ હતી.

ગુજરાતના જ નહીં દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ એવા સોમનાથ મહાદેવ મંદિરના સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક બેઠક આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના વર્તમાન ચેરમેન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને વધુ એક વર્ષ માટે ચેરમેનપદે થયાવત રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો.

જયારે ટ્રસ્ટની ખાલી પડેલી બે જગ્યાઓ અંગે નિમણુંક કરવાના મામલે ટ્રસ્ટીઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મામલે ચર્ચા વિચારણાના અંતે બે પૈકીની એક જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અમીત શાહની નિમણુંક પણ સર્વાનુમતે કરાઈ હતી.

આ ઉપરાંત આગામી તા. ૭ મી માર્ચના રોજ મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવ મંદિરમાં યોજાનાર શિવરાત્રી મહોત્સવને પૂર્વ નાયબ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એલ.કે. અડવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીએ આપી હતી.

You might also like