સોમનાથમ્ શરણમ્ ગચ્છામી: ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જેમનાં નામ ચર્ચાય છે તે તમામે સોમનાથના દર્શન કરતાં કાર્યકરોમાં ચર્ચા

અમદાવાદ: ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખની વરણીને ગ્રહણ નડયું હોય તેમ કોઇને કોઇ કારણસર જાહેરાત પાછી ઠેલાતી રહી છે. સાથે સાથે અનેક રાજકીય અટકળો વચ્ચે જુદાં જુદાં નામ પ્રદેશ પ્રમુખની સ્પર્ધામાં ચર્ચાતાં રહ્યાં છે. જેમનાં નામ ચર્ચાતા રહ્યાં છે તે અગ્રણીઓ પ્રસિદ્ધ તિર્થધામ સોમનાથ મંદિરના દર્શને જતાં ભાજપમાં તેની ચર્ચા ચાલી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાતાં રહેલાં નામોમાં મનસુખ માંડવિયા, પ્રદીપસિંહ જાડેજા, શંકરભાઇ ચૌધરી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. મનસુખભાઈ, પ્રદિપસિંહ, શંકર ચૌધરી તાજેતરમાં સોમનાથ દાદા સામે માથું ટેકવી અાવ્યા છે. અાજે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથના દર્શને
ગયા છે.

કદાચ આ બાબત યોગાનુયોગ હશે તો પણ ખુદ ભાજપના કાર્યકર્તાઓમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. હવે એ જોવું રહ્યું કે સોમનાથ દાદાના આશીર્વાદ અા અગ્રણીઓમાંથી કોને ફળે છે કે પછી કોઈ અન્યનું નામ જાહેર થાય છે.

You might also like