સોમનાથ મંદિર ટ્રસ્ટની અાજે વડા પ્રધાનના નિવાસ સ્થાને બેઠક

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે સાંજે પ-૦૦ કલાકે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ તેમજ દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ સચિવ પી.કે. લહેરી, મંદિરના ટ્રસ્ટી તરીકે હાજર રહેશે. આ મિટિંગનો મુખ્ય એજન્ડા ટ્રસ્ટના પ્રમુખ અધ્યક્ષની વરણી કરવાનો રહેશે. આ ઉપરાંત હાલમાં ખાલી પડેલી ટ્રસ્ટની બે ટ્રસ્ટીની બેઠક પણ ભરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ કેશુભાઇ પટેલને ફરીથી ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાય તેવી પૂરી શકયતા છે. જોકે કેશુભાઇ પટેલ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને અધ્યક્ષ બનવાનો ઇનકાર કરે તો રાજ્યના પૂર્વ સચિવ પી. કે. લહેરીની અધ્યક્ષપદે નિમણૂક થાય તેવી શકયતા છે.

You might also like