ક્યારેક તો SEX ના કરવું પણ સારું!

સામાન્ય રીતે તો કહેવામાં આવે છે કે દરરોજ સેક્સ કરવાથી સંબંધ તો મજબૂત થાય છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. પરંતુ કેટલીક વખત એવી પરિસ્થિતિઓ બને છે જેમાં સેક્સ ના કરવું જ સારું રહે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ ક્યારે સેક્સ ના કરવું જોઇએ.

જ્યારે તમને ઇન્ફેક્શન હોય ત્યારે
જો તમે ઇસ્ટ ઇન્ફેક્શનથી પીડિત છો અથવા તાજેતરમાં જ સેક્શુઅલ ટ્રાન્સમિટેડ રોગ એટલે કે STD ના રિઝલ્ટ પોઝીટીવ રહ્યા હોય તો સારું રહેશે થોડા દિવસો તમે સેક્સથી દૂર રહો. કોન્ડમનો ઉપયોગ કરવા છતાં તમે એ વાતને લઇને કન્ફર્મ ના થઇ શકો કે તમારું ઇન્ફેક્શન તમારા પાર્ટનર સુધી પહોંચશે નહીં.

તમે કોઇ પણ પ્રકારના દુખાવામાં હોવ
ઘણી વખત આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે સેક્સ તમારા ઘણા પ્રકારના દુખાવા જેમ કે માથાનો દુખાવો, શરીરનો દુખાવો ઓછો કરી દે છે. પરંતુ તમને પ્રાઇવેટ પાર્ટમાં કોઇ પણ પ્રકારની બળતરા, ખણ અને દુખાવો મહેસૂસ થઇ રહ્યો છે તો સારું થશે કે તમે સેક્સથી દૂર જ રહો.

પાર્ટનરને બરોબર ના ઓળખો
બની શકે છે કે તમે જે છોકરાને ડેટ કરી રહ્યા છો એની સાથે સમય પસાર કરવો સારો લાગે છે, તમે ખૂબ મજા પણ કરો છો, પરંતુ એવું કંઇ જરૂરી નથી કે તમે એ છોકરાને સારી રીતે જાણતા હોય. એટલા માટે જો તમે એ વ્યક્તિને લઇને કન્ફર્મ નથી કે કેવો માણસ છે અથવા તમે સેક્શુએલ પાસ્ટને લઇને ચિંતામાં છો તો તમારે એની સાથે સેક્સ કરવું જોઇએ નહીં.

બીજાને તકલીફ ના આપશો
તમે જે છોકરા સાથે ઇન્વોલ્વ થવા ઇચ્છો છો જો એ મેરિડ છે અથવા કમિટેડ રિલેશનશીપમાં છે, અથવા તમારો પાર્ટનર તમને લઇને ખૂબ સિરીયસ છે પરંતુ તમે એક કેઝ્યુઅલ રિલેશનશીપની જેમ રાખવા ઇચ્છો છો તો આ બંને પરિસ્થિતિઓમાં ઇન્ટિમેન્ટ થતાં બચો. એવા માણસ સાથે સેક્સ કરવાથી કોઇનું પણ દીલ તૂટશે.

http://sambhaavnews.com/

You might also like