પહેલા દોસ્તી ને બાદમાં પ્રેમ, કંઇક આવી છે સોનમ-આનંદ આહુજાની લવસ્ટોરી

બોલીવુડની મસસ્કલી એટલે કે સોનમ કપૂરનાં લગ્ન થઇ રહ્યાં છે. તે તેનાં બોયફ્રેન્ડ સાથે 8મી મેંએ 7 ફેરા ફરશે. આ શાહી લગ્ન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોનમ અને આનંદનાં લગ્નની દરેક લોકો ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે પરંતુ મોટા ભાગનાં લોકો તેમની love story જાણવા માટે ખૂબ જ આતુર છે. આજે અમે તમને તેમની પ્રથમ મુલાકાત અને love story વિશે કહીશું….

સોનમ અને આનંદ આહુજાની પ્રથમ મુલાકાત 2012માં થઇ હતી. પરંતુ તે સમયે પ્રેમ જેવું કંઈ હતું જ નહીં. બંને માત્ર મિત્રોની જેમ જ મળ્યાં હતાં અને વાતો કરી હતી. તે પછી તેમની મિત્રતા ખૂબ જ વધી ગઇ હતી.

બંન્નેને એકબીજાની કંપની ખૂબ જ પસંદ છે. તે વારંવાર એકબીજા સાથે ફરવા જતાં હતાં. આ દરમ્યાન માત્ર 1 મહિના પછી વિદેશમાં આનંદે સોનમને પ્રપોઝ કર્યો હતો પરંતુ તે સમયે સોનમે ના પાડી દીધી હતી.

તે સમયે માત્ર તે તેની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન આપવા માંગતી હતી. અસ્વીકાર કર્યો પછી પણ બંનેની મિત્રતા સારી રહી હતી ને તેઓ એકબીજા સાથે મળતાં હતાં. ત્યારે તેમનાં પ્રેમમાં ફેરફાર થયો હતો. બસ ફરી સોનમે તરત જ આનંદનો પ્રપોઝલ સ્વીકાર કર્યો. 6 વર્ષોનાં સંબંધો પછી હવે સોનમ અને આનંદ તેમનાં સંબંધોને નામ આપવા જઇ રહ્યાં છે.

You might also like