એલિયનથી પૃથ્વીનું રક્ષણ કરો અને મેળવો 1 કરોડનો પગાર

મુંબઇ : તમે ધરતીને બચાવનારા હિરોની જેવો અનુભવ કર્યો છે, જો નહી તો નાસા તમારા માટે આવી ઓફર લઇને આવ્યું છે. નાસા બીજા ગ્રહો પર જીવન અંગે અભ્યાસ કરનારાઓની નહી પરંતુ એવા વ્યક્તિની જરૂર છે જે વિશ્વને એલિયનથી સુરક્ષા આપી શકે. આ કામ માટે તેને 1 કરતા પણ વધારેની સેલેરી ચુકવવામાં આવશે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પ્લેનેટરી પ્રોટેક્શન ઓફીસર માટે પોસ્ટની જાહેરાત આપી છે, જે ધરતીઅને તેનાં રહેવાસીઓને એલિયનનાં આક્રમણથી સુરક્ષા આપે. આ કામ માટે નાસા દર વર્ષે 1,24,406 અમેરિકી ડોલરથી માંડી 1,87,000 અમેરિકી ડોલર ચુકવશે. એટલે કે લગભગ 80 લાખથી 1.20 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ ઓફર કરાયું છે.

જે એલિયન માઇક્રોબ્સ પૃથ્વીને દુષિત કરે છે તેને અટકાવવા પડશે, સાથે જ તે પણ સુનિશ્ચિત કરવું પડશે કે માન અંતરિક્ષ સંશોધનકર્તા બીજા ગ્રહો, ચંદ્રમા અને અંતરિક્ષમાં રહેલ વસ્તુઓને નુકસાન ન પહોંચાડે. નસાએજોબ સંબંધિત પોસ્ટમાં લખ્યું કે માનવ અને રોબોટિક સ્પેસ એક્સપ્લોરેશનને કાર્બનિટ ઘટન અને જૈવિક પ્રદૂષણથી બચાવનારા કામ છે. અન્ય કામમાં સેફ્ટી િશન એસ્યોરન્સ અધિકારીઓને ગ્રહ સંબંધિત બચાવ મુદ્દે સલાહ આપવાનો સમાવેશ થાય છે.

You might also like