યૌન સંબંધ બાદના દુખાવાને નજરઅંદાજ ન કરો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

અમદાવાદ: કેટલીક મહિલાઓને યૌન સંબંધ સમયે અને પછી દુખાવો થાય છે. તેના માટે ઘણા કારણો જવાબદાર હોઇ શકે છે જે ગંભીર બિમારીઓમાં ફેરવાઇ શકે છે. જાણો તે કયા કારણો હોઇ શકે છે.

એક ઉંમર બાદ મહિલાઓમાં મૈનોપોઝની સમસ્યા થઇ જાય છે. આ દરમિયાન યોનિમાં લુબ્રિક્રેંશનના ઘટાડાના લીધે યૌન સંબંધો દરમિયાન પીડા થાય છે. વેઝાઇનાના ટિશૂ ખૂબ નાજુક હોય છે જેના લીધા લીધે દુખાવો, સોજો અને બળતરાનો સામનો કરવો પડે છે.

ઘણીવાર ઉત્તેજનામાં ઘટાડાના લીધે મહિલાઓ યૌન સંબંધ માટે તૈયાર થતી નથી જેના લીધે તેમને શરીરમાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે. આમ કરતી વખતે સાવધાની વર્તો તેનાથી માનસિક તણાવ અને ઈન્ફેકશન પણ થઇ શકે છે.

તમે વિશ્વાસ નહી કરો પરંતુ ગેસ, પેટ ખરાબ હોવું કે પછી પેટમાં બળતરાના લીધે પણ સેક્સ બાદ દુખાવો થાય છે.

યોનિના સંક્રમણથી પણ સંબંધ દરમિયાન અને પછી દુખાવો થાય છે. એટલા માટે સંક્રમણની સ્થિતિમાં સંબંધ ન બાંધો.

ઘણી મહિલાઓને વીર્યથી એલર્જીના લીધે સંક્રમણ અને દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ડોક્ટર પાસે જરૂર જાવ કારણ કે તેનાથી ગંભીર સમસ્યા થઇ શકે છે.

You might also like