પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવનો ચોંકવનારો ખુલાસો, ગૃહ મંત્રાલયમાં બેસીને પોર્ન જોવે છે જૂનિયર અધિકારી

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લૈએ ગૃહ મંત્રાલયને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પિલ્લૈએ કહ્યું કે ગૃહ મંત્રાલયમાં કેટલાક જુનિયર કર્મચારીઓ ઓફિસમાં પોર્ન જોતા હતા અને તેને ડાઉનલોડ કરી લેતા હતા. જેના કારણે કમ્પ્યૂટર નેટવર્કમાં તકલીફ ઉભી થતી હતી.

ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઇ)ના અધ્યક્ષ પિલ્લૈએ કહ્યું કે જ્યારે તેઓ આઠ-નવ વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહ સચિવ હતા ત્યારે દર બે મહિને અમને કમ્પ્યૂટરમા તકલીફને લઇને ફરિયાદ ઉઠતી હતી. મંત્રાલયના સીનિયર અધિકારી મોડી રાત સુધી બેઠક કરતા હતા.

જેના કારણે જુનિયર્સને ઓફિસાં રોકાવુ પડતું હતું. એવા સમયે જુનિયર અધિકારીઓ ઇન્ટરનેટનો સહારો લેતા હતા. તેઓ ઇન્ટરનેટ પરથી ઘણી વસ્તુઓ ડાઉનલોડ કરતા હતા. જેના કારણે ‘માલવેયર’ નામનો વાયર પણ ડાઉનલોડ થઇ જતો હતો. આ મામલે મંત્રાલયે નિર્દેશ પણ જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વ ગૃહ સચિવ પિલ્લૈનું નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે થોડા દિવસ અગાઉ સરકારી વેબસાઇટમાં સંદિગ્ધ રીતે ગડબડી સામે આવી હતી. જો કે સરકાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે વેબસાઇટ હેક થઇ નથી.

You might also like