કેટલાક કહેતા હું એક્ટિંગ નહીં કરી શકુંઃ લિઝા

ફેશન જગતમાંથી મોડલિંગમાં અાવ્યા બાદ જાહેરાતોમાં કામ કરનાર લિઝા હેડનને બોલિવૂડની ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. તે કોઈ જ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી અાવતી નથી. તેથી તેને થોડો સંઘર્ષ કરવો પડ્યો. તે કહે છે કે સાચું કહું તો અાજે પણ હું સંઘર્ષ કરી રહી છું. અાવું ફક્ત મારી સાથે બન્યું નથી, પરંતુ બોલિવૂડમાં બહારથી અાવનારી દરેક વ્યક્તિ માટે જગ્યા બનાવવી સરળ હોતી નથી. એક વાર તમે ખુદને સાબિત કરી લો, પછી બધું તમારા પક્ષમાં અાવે છે. લિઝા કહે છે કે હું અા બધી બાબતને ભેદભાવ ગણતી નથી. તમે તેને કલાકારોની કિસમત ગણી શકો.

જો તમે મહેનતુ હો, પ્રતિભાશાળી હો અને સારાં દેખાતાં હો તો તમારી પાસે સફળતાનો મોકો હોય છે. મહેનતુ અને દૃઢનિશ્ચયી લોકો અંતે ભાગ્યશાળી સાબિત થાય છે. લિઝાઅે ‘ક્વીન’ ફિલ્મમાં અભિનય કર્યો તે પહેલાં તેને ફિલ્મો મળવી મુશ્કેલ હતી. તે કહે છે કે કેટલાયે લોકો મને કહેતા હતા કે હું અભિનય ન કરી શકું. અાજે હું િવચારું છું કે મને કોઈ પણ પાત્ર મળે તો હું સારું કામ કરીશ. મેં ‘ક્વીન’ ફિલ્મ કરી ત્યારબાદ લોકોને મારામાં સ્પાર્ક દેખાયો. મેં અગાઉ ‘આયશા’ ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ તેમાં મારી ભૂમિકા નાનકડી હતી. તેથી ‘ક્વીન’ મારી પહેલી ફિલ્મ જેવી હતી. હું બોલિવૂડમાં કરણ જોહર, સાજિદ ફરહાદ, િવશાલ ભારદ્વાજ અને જોયા અખ્તર જેવા નિર્દેશકો સાથે કામ કરવા ઇચ્છું છું.

You might also like