ગર્ભવતી મહિલાઓએ હોળીની રાત્રે આ ભૂલ ન કરવી, પડી શકે છે બાળક પર ભારે!

હોલિકા દહનનું શુભ મૂર્હુત 1 માર્ચે સાંજે 6.26 મિનિટથી રાત્રે 8.55 વાગ્યા સુધી છે. જેથી તમને મૂર્હુત સાચવવા માટે 2.29 કલાકનો સમય પ્રાપ્ત થશે. જો કે આ વખતે ચૌદસનો પણ ક્ષય છે. હોળીના દિવસે કેટલાક લોકો તંત્ર સાધના પણ કરતા હોય છે.

એવામાં હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. હોળીની રાત્રે ગર્ભવતી મહિલાઓએ ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે આ રાત્રિએ ગર્ભવતી મહિલાઓએ સફેદ રંગની વસ્તુઓ ન ખાવી જોઈએ.

હોળીની રાત્રે સફેદ રંગની ખાવા પીવાની વસ્તુઓ લોકો ટોટકા માટે વાપરતા હોય છે, જેથી કોઈએ આપેલ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. કોઈપણ પ્રકારના ટોટકાની માથા પર ઝડપથી અસર થાય છે, તેથી હોળીકા દહન વખતે ખાસ માથું ઢાંકેલું રાખવું જોઈએ.

ટોટકા માટે લોકો કપડાનો પણ ઉપયોગ કરતા હોય છે, એવામાં ગર્ભવતી મહિલાઓએ પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાના કપડાં ક્યાંય ફેંકવા નહીં કે જેથી તે ઈર્ષ્યા કરનારા લોકોના હાથમાં આવી જાય.

ગર્ભસ્થ શિશુ અને બાળકો પર ટોટકાની અસર ઝડપથી થાય છે. ભૂલથી પણ કોઈ અજાણી વસ્તુઓને અડકવું નહીં અને કોઈ એવી વસ્તુને ઘરમાં પણ ન લાવવી. હોળીનો આખો દિવસ દરમ્યાન કાળા કપડામાં તલ બાંધીને પોતાની સાથે રાખો અને હોલિકા દહન વખતે તેને તેમાં નાખી દો. જેના કારણે તમારા પર કોઈ ટોટકું થયું હશે તો તે ખત્મ થઈ જશે.

You might also like