સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે જાહેરમાં માર્યો માર

સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મઠી ખમણી પાસે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજીક તત્વોએ ગાડીમાં તોડફોડ કરી છે.

જ્યારે બીજી તરફ પોલીસની ક્રૂરતાનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે જાહેરમાં કેટલાક લોકોને જાહેરમાં માર માર્યો હતો. આ વીડિયોમાં એક મહિલા પોલીસકર્મીને વિનંતી કરતી પણ જોવા મળી રહી છે, જે કોઈને બચાવવા મથી રહી છે.

થોડા સમય પહેલા સુરતના રાંગ ગામ સ્થિત ગ્રામ પંચાયતના તળાવમાં કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે મત્સ્ય ઉદ્યોગ કરતા પકડાયા હતા. સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકો ત્રસ્ત થયા છે.

You might also like