મહેસાણામાં રૂત્વીજ પટેલના અભિવાદન સમારોહમાં મારામારીનો પ્રયાસ

અમદાવાદ : મહેસાણામાં રૂત્વીજ પટેલના અભિવાદન સમારોહમાં મારામારીનો પ્રયાસઅમદાવાદ : ઋત્વિજ પટેલનો આજે મહેસાણામાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે, સમારોહ પહેલા બાઇક રેલીનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જો કે રૂત્વિજ પટેલના કાર્યક્રમને લઇ મહેસાણા એસપીજી સહિતના પાટીદોરો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે રેલીમાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

મહેસાણામાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષના અભિવાદન સમારોહમાં અફરાતફરી મચી ગઈ. એક શખ્સે ઋત્વિજ પટેલને લાફો મારવાનો પ્રયત્ન કરતા હોબાળો મચી ગયો. આ બાબતે ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર મારામારીના દ્રશ્યો સર્જાયા.

બીજી તરફ ઘટનાને પગલે સમારોહમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહેસાણાની મોઢેરા ચોકડી પર ભાજપના યુવા મોરચાના પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક શખ્સોએ ઋત્વીજ પટેલ પર હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. જેને લઇને પોલીસે આ મામલે 5 જેટલા શખ્સોની અટકાયત કરી છે.

You might also like