2018ની બોલિવૂડની કેટલીક અવેઇટેડ રોમે‌િન્ટક ફિલ્મો….

બોલિવૂડની કેટલીક ફિલ્મો એવી હોય છે કે તેની જાહેરાત થાય ત્યારથી જ દર્શકો તેની રાહ જોવાનું શરૂ કરી દે છે. માત્ર તેનું પોસ્ટર પણ રિલીઝ થાય તેેને હજારો લાઇક્સ મળે છે. ત્યારબાદ ટીઝર અને ટ્રેલર જોયા બાદ તો લોકો ગાંડાતૂર બની જાય છે. ખાસ કરીને યંગસ્ટર્સ આવી ફિલ્મો માટે ઘેલાં હોય છે. ર૦૧૮ની આવી જ કેટલીક ફિલ્મો, જેની દર્શકો રાહ જોતા હોય છે.

ઝીરોઃ ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં બોલિવૂડનો સુપરસ્ટાર શાહરુખખાન ઠીંગુજીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મની પણ ખૂબ જ ચર્ચાઓ છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ ફિલ્મમાં વીએફએક્સનો ઉપયોગ કરાયો છે. કેટલાય સેલિબ્રિટી ફિલ્મમાં કીમિયો કરતાં જોવા મળશે.

ધડકઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અને શા‌હિદ કપૂરનાે ભાઇ ઇશાન ખટ્ટર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તે મરાઠીમાં આવેલી ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રિમેક છે. શશાંક ખેતાનની આ ફિલ્મ બે વિદ્રોહી કિશોરોની લવસ્ટોરી છે, જે પોતાની ખુશી માટે તમામ મુશ્કેલીઓ સામે લડે છે. આ ફિલ્મ ૬ જુલાઇએ રિલીઝ થશે

હેપ્પી ફિર ભાગ જાયેગીઃ આનંદ એલ. રાયની ‘હેપ્પી ભાગ જાયેગી’ની સફળતા બાદ ફેન્સ તેની સિક્વલ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં ડાયના પેન્ટી અને જિમી શેર‌િગલ ઉપરાંત સોનાક્ષી સિંહા અને જસ્સી ગિલ પણ જોવા મળશે. ફિલ્મ કોમેડી અને રોમાન્સથી ભરપૂર હશે અને ર૪ ઓગસ્ટે રિલીઝ થશે.

એક લડકી કો દેખા તો ઐસા લગાઃ આ ફિલ્મ દ્વારા પહેલી વાર પરદા પર પિતા અને પુત્રી અનિલ-સોનમની જોડી જોવા મળશે. ફિલ્મમાં જાણીતી ટીવી અભિનેત્રી મધુ માલતી, જૂહી ચાવલા અને રાજકુમાર રાવ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. એવું કહેવાય છે કે ફિલ્મ મેકર્સે તેમાં ‘૧૯૪રઃ અ લવ સ્ટોરી’નું આઇકોનિક સોંગ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ રિક્રિએટ કર્યું છે. આ ફિલ્મ ૧ર ઓક્ટોબરે રિલીઝ થશે.

બત્તી ગુલ મીટર ચાલુઃ શ્રદ્ધા કપૂર ફરી એક વાર ‘હૈદર’ ફિલ્મમાં પોતાના કો-સ્ટાર રહેલા અભિનેતા શા‌િહદ કપૂર સાથે આ ફિલ્મમાં જોવા મળશે. ડિરેક્ટર નારાયણ સિંહની આ લવસ્ટોરી વીજળીની કમી અને ખોટા વીજબિલ જેવા સામાજિક મુદ્દા પર આધારિત છે. ઉત્તરાખંડમાં શૂટ થયેલી આ સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મમાં યામી ગૌતમ પણ વકીલના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૩૧ ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.

સ્ટુડન્ટ ઓફ ધ યરઃ ર૦૧રમાં આવેલી ફિલ્મમેકર કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલની દર્શકોને આતુરતાથી રાહ છે. તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો ત્યારે તેમાં ટાઇગર શ્રોફ જોવા મળ્યો. આ ફિલ્મમાં દિશા પટણી અને એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. પહેલા પાર્ટનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું તો બીજા પાર્ટનું ડિરેકશન પુનીત મલ્હોત્રા કરશે. આ ફિલ્મ ર૩ નવેમ્બરે રિલીઝ થશે.

You might also like