સ્વાસ્થયથી જોડાયેલા કેટલાક સત્યો અને ભ્રમ

આજની ભાગદોડ વાળી જીંદગીમાં ફિટનેસ ઘણી જરૂરી છે. પરંતુ ફિટનેસને લઇને ઘણી જાતના ભ્રમ હોય છે, જેમાં આપણામાંથી ઘણા બધા લોકો ભરોસો કરે છે. જો કે સત્યો કંઇક અલગ છે. જેમ કે આપણે વિચારીએ છીએ કે વધારે પસીનો થાય એટલે વધારે કેલેરી બળે છે. જો કે સત્ય કંઇક અલગ છે. પસીનો માત્ર બોડી ટેમ્પ્રેચરને મેન્ટેન કરવામાં મદદ કરે છે. વધારે પસીનો થવાનું કારણ હવામાન પણ હોઇ શકે છે.

ભ્રમ: વધારે ફળો ખાવાથી જાડા થવાતું નથી

સત્ય: ફળોમાં ન્યૂટ્રિએન્ટસની સાથે ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે. તેમાંથી મળેલી બધી એનર્જી વાપરશો નહીં તો ફળ ખાવાથી પણ જાડા થઇ જશો.

ભ્રમ: શરીરના કોઇ ફણ ભાગની ફેટ ઓછી થઇ શકે છે.

સત્ય: આપણે બોડીના કોઇ ખાસ ભાગની ચરબીને ઓછી કરી શકતાં નથી, એટલે આખા બોડી પર ધ્યાન આપો અને બેલેન્સ ડાયેટ લો.

ભ્રમ: સ્વિમિંગ સૌથી સારું વર્કઆઉટ છે.

સત્ય: સ્વિમિંગ દરમિયાન આપણાં શરીરને પાણીન સહારો મળી જાય છે. એટલે આપણે એટલી વધઆરે કેલેરી બર્ન કરી શકતાં નથી , જેટલી વિચારીએ છીએ.

ભ્રમ: કાર્ડિયો મશીન બર્ન કેલેરી બતાવે છે.

સત્ય: કેલેરી બપૉર્ન થયાનું પ્રમાણ વજન, ઉંમર પર નિર્ભર કરે છે. કાર્ડિયો મશીન બધા માટે એક સરખો ડેટા આપે છે, એટલે તેને સાચી માની શકાય નહીં.

ભ્રમ: ખાલી પેટે એક્સરસાઇઝ કરવી જોઇએ.

સત્ય: એક્સરસાઇઝના અડધો કલાક પહેલા કંઇક હલકું ખાઇ શકો છો. તેનાથી એનર્જી મળશે અને વર્કઆઉટ સારું થશે.

ભ્રમ: પાતળા થવા માટે કાર્ડિયો જ સારું છે.

સત્ય: કાર્ડિયમાં કેલેરી વધારે બર્ન થાય છે, પરંતુ બોડીને સારા શેપમાં લાવવા માટે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ અને બેલેન્સ ડાઇટની જરૂર હોય છે.

ભ્રમ: સતત 30 મિનીટ વર્કઆઉટ જરૂરી છે.

સત્ય: એક સાથે 30 મિનિટ એક્સરસાઇઝ કરી શકો નહીં, તો સવાર સાંજ 15 15 મિનીટ વર્કઆઉટ કરવાથી પણ ફાયદો મળી શકે છે.

You might also like