પુરુષો ભૂલથી પણ ના કરશો આ કામ, ઘટી શકે છે ફર્ટિલિટી

એક અભ્યાસ અનુસાર પુરુષોની કેટલીક આદતોના કારણે એમના સ્પર્મ કાઉન્ટ ઓછી થવાની સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. એનાથી પણ ગંભીર વાત એ છે કે 80 ટકાથી વધારે પુરુષોને એવી ખબર હોતી નથી કરે એમની આ આદતોની અસર એમની ફર્ટિલિટી પર પણ પડે છે.

દરરોજ ફીટ કપડાં પહેરવાથી અંડકોશની થેલીનું ટેમ્પરેચર વધવા લાગે છે. એના કારણે સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે.

સતત સ્ટ્રેસમાં રહેવાથી બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. સાથે બોડીનું બ્લડ સર્કુલેશન બગડે છે. એનાથી સ્પર્મ કાઉન્ટ ઓછું થાય છે.

ડાયટમાં વધારે સોયા પ્રોડક્ટસ લેવાથી એમાં રહેલા આઇસોફ્લેવોન સ્પર્મની સંખ્યા ઓછી કરે છે.

દારૂ, સિગરેટ અથવા અન્ય કોઇ પ્રકારનો નશો કરવાથી બોડીમાં સ્ટ્રેસ હોર્મોનનું લેવલ વધી જાય છે. એનાથી સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે.

જો દરરોજ લેપટોપને પગ પર મૂકીને કામ કરો છો તો એની હીટ અંડકોશની થેલી સુધી જાય છે. લાંબા સમય સુધી એવું કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે.

દરરોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ ના લેવાથી બોડીમાં સ્ટ્રેસ વધારનારા હોર્મોન્સનું લેવલ વધે છે. એનાથી બોડીનું બ્લડ સર્કુલેશન બગડે છે, જેના કારણે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા લાગે છે.

વધારે પ્રમાણમાં કોફી લેવાથી એમાં રહેલું કેફીન સ્ટ્રેસ હોર્મોન વધારે છે. એનાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે.

http://sambhaavnews.com/

You might also like